દેવ દીવાળીએ કર્મુતા પુરા થતાની સાથે જ રાજકોટમાં લગ્નસરાની સિઝન ચિક્કાર જામવાની છે. ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તે માટે મનપાએ બનાવેલા કોમ્યુનિટી હોલના એડવાન્સ બુકીંગ આગામી 31 માર્ચ સુધી હાઉસફૂલ થઇ ગયા છે. મહાનગરપાલિકાના ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા સસ્તું ભાડું અને સગવડતા સાથેના 19 કોમ્યુનિટી હોલના 21 યુનિટ છેક માર્ચ મહિના સુધી બુકીંગ થઇ ગયા છે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ કોમ્યુનિટી હોલના બુકિંગ ત્રણ મહિના અગાઉ કરવામાં આવતા હતા તેમાં ગત વર્ષની ફેરફાર કરીને હવે છ મહિના અગાઉ બુકિંગની સગવડતા શરૂૂ કરવામાં આવી હોવાથી કમુર્તા બાદ આવતાં લગ્ન સગાઇ જેવા શુભ માંગલિક કાર્યો માટે માર્ચ મહિના સુધીમાં જ 531 બુકિંગ થઇ ગયા છે.
આગામી તારીખ 20 નવેમ્બરે દેવ દિવાળી સાથે ચાર માસના કમુર્તા પુરા થશે પણ, તા. 31 ઓક્ટોબરથી દેવગુરૂૂ બૃહસ્પતી અતિચારી અવસ્થામાં રાશી પરિવર્તન કરશે. દેવગુરૂૂ બૃહસ્પતી તા. 31 ઓક્ટોબરે તેની ઉચ્ચ રાશી કર્કમાંથી સિંહ રાશીમાં પ્રવેશ કરશે. શાસ્ત્રોના નિયમ મુજબ જ્યારે સિંહસ્થ ગુરૂૂ હોય ત્યારે કેટલાંક નક્ષત્રોને બાદ કરતાં લગ્ન, સગાઇ વાસ્તુ જનોઇ જેવા શુભ માંગલિક કાર્યો થઇ શકતાં નથી.
આ મુજબ પંચાગોમાં લગ્નના મુહુર્તો છેક જાન્યુઆરી -2027ના અંતથી શરૂૂ થઇ રહ્યા હોવાનો ઉલ્લેખ છે. સામાન્યરીતે દેવદિવાળી બાદ લગ્નના ઢોલ ઢબુકવાનું શરૂૂ થઇ જતું હોય છે પણ આ વર્ષે 20 નવેમ્બરે દેવદિવાળી હોવાછતાં પણ લગ્નના મુહુર્તો માટે બે મહિના રાહ જોવી પડશેે. જો કે જે પરિવારોએ તેમના સંતાનોના લગ્ન કે સગાઇ જેવા શુભ માંગલિક પ્રસંગોની તારીખ અગાઉથી જ નક્કી કરી લીધી છે તેઓએ સગવડતા અને આગોતરા આયોજન મુજબ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં બુકિંગ કરાવી લેતા માર્ચ મહિના સુધી મહાનગરપાલિકાના તમામ 19 કોમ્યુનિટી હોલના 21 યુનિટ હાઉસફૂલ થઇ ગયા છે.
ક્યા હોલમાં કેટલા બુકીંગ
અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ યુનિટ-1માં 21, યુનિટ-2માં 20, અવંતીબાઇ લોધી કોમ્યુનિટી હોલમાં 27, ડો. આંબેડકર હોલમાં 13, અમૃત ઘાયલ યુનિટ -1માં 11 અને યુનિટ-2માં 10, નવ નિર્મિત કોમ્યુનિટી હોલના નોન એસી હોલમાં 20 અને એસી હોલમાં 19, પંડિત દિન દયાળ હોલ યુનિટ-1માં 34 અને યુનિટ-2માં 30, રણછોડદાસજી હોલ યુનિટ -1માં 44,યુનિટ-2માં 38, સંત વેલનાથ હોલ યુનિટ-1માં 18 અને યુનિટ -2માં 14 બુકિંગ નોંધાયા છે. રંજનબેન કોમ્યુનિટી હોલના યુનિટ -1માં 13, યુનિટ-2માં 14 અને યુનિટ-3માં 4, છત્રપતિ શિવાજી હોલમાં 3, ગુરૂૂ નાનક કોમ્યુનિટી હોલમાં 1, કાંતિભાઇ વૈદ કોમ્યુનિટી હોલમાં 17, મનસુખભાઇ ઉધાડ હોલમાં 13, મોહનભાઇ સરવૈયા હોલ યુનિટ -1માં 25 અને યુનિટ-2માં 19, નાનજીભાઇ ચૌહાણ હોલમાં ચાર, નવલસિંહ ભટ્ટી હોલમાં બે પ્રતાપભાઇ હોલમાં 18, વિનોદભાઇ શેઠ હોલ નોન એસી યુનિટ -1માં 25 અને એસી યુનિટ-2માં 23, વસંતરાય ગજેન્દ્ર હોલના યુનિટ-1માં 10 અને યુનિટ-2માં 13
