પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયા

મોરબીના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટીનો સોદો કરવા હોટલે આવ્યા ત્યારે ગ્રામ્ય SOG ત્રાટકી રાજકોટ-જામનગર હાઇવે ઉપર માધવ હોટલે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ)નો સોદો કરવા…

મોરબીના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટીનો સોદો કરવા હોટલે આવ્યા ત્યારે ગ્રામ્ય SOG ત્રાટકી

રાજકોટ-જામનગર હાઇવે ઉપર માધવ હોટલે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ)નો સોદો કરવા આવેલ મોરબીના બે શખ્સો સહીત કુલ છ શખ્સોની રૂૂ.1 કરોડના એમ્બરગ્રિસ સાથે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીની ટીમે ધરપડક કરી વિશેષ પુછપરછ અને તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાની ટીમ પડધરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ. ફિરોજભાઇ બ્લોચને મળેલી ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે મોરબી તરફથી બે શખ્સો પોતાની ફોરવ્હિલ કારમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ) લઈને રાજકોટ-પડધરી નેશનલ હાઈવે પર આવેલી માધવ હોટલ પાસે તેની લેતીદેતી કરવા આવનાર છે.

આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી ત્વરિત કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન એસઓજીની ટીમે આરોપીઓ પાસેથી રૂૂ.1 કરડોની કીમતની 1 કિલો 20 ગ્રામ વજનનો વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ)નો કિંમતી જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં મેહુલભાઇ જગદીશભાઇ રાઠોડ (રહે. મોરબી), ભાનુભાઇ ઉર્ફે ભાવેશભાઇ ચાવડા (રહે. મોરબી), વિજયસિંહ નારૂૂભા ઝાલા (રહે. મોરબી-2), પ્રશાંતભાઇ દિલીપભાઇ જાટ (રહે. જામનગર), ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવા (રહે. સિક્કા, જામનગર) અને સાવનભાઇ ભરતભાઇ જાટ (રહે. જામનગર)ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પોલીસે એમ્બરગ્રિસ ઉપરાંત બે કાર (સલેરીયા અને ઇકો કાર) તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 1,10,80,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ અર્થે વન વિભાગ ના અધિકારીઓને સત્તાવાર જાણ કરવામાં આવી છે.

ગ્રામ્ય એસ.ઓ.જી.ના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા તથા એ.એસ.આઇ. ફિરોજભાઇ બ્લોચ અને વિજયગિરી ગોસ્વામી, નિર્મળસિંહ ચુડાસમા, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાંધલ, કલ્પેશભાઇ કોઠીવાર, નવદિપભાઇ બાબરીયા તથા ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *