દિવસે ગરમી-રાત્રે ઠંડીથી વાયરલ રોગચાળો યથાવત

  રાજકોટ શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી જેવી ડબલ ઋતુના કારણે શરદી-ઉઘરસના 972, સામાન્ય તાવના 915 અને ઝાડા-ઉલ્ટીના 184 મળી બે હજારથી વધુ કેસ…

 

રાજકોટ શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી જેવી ડબલ ઋતુના કારણે શરદી-ઉઘરસના 972, સામાન્ય તાવના 915 અને ઝાડા-ઉલ્ટીના 184 મળી બે હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાનો એક તેમજ ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.05/10/2026 થી તા.11/10/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW દ્વારા 78,258 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 819 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

ડેન્યુ ફ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 303 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂબલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 272 અને કોર્મશીયલ 48 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *