રોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમત

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય…

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય છે. પરંતુ તેના વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત માત્ર તેની કિંમત નથી. તેની અંદર એક નાનું એન્જિન પણ છે, જેના 16 પિસ્ટન બટન દબાવવાથી ચાલવા લાગે છે. આ ઘડિયાળ લક્ઝરી ઘડિયાળ કંપની બનાવતી Jacob Co.“u Bugatti Chiron Tourbillo છે. તે સંપૂર્ણપણે નારંગી રંગના નીલમ જેવા પારદર્શક ક્રિસ્ટલ (નીલમ સ્ફટિક) ના એક પથ્થરમાંથી બનાવવામાં આવે છે.

આ ઘડિયાળ બુગાટી શિરોન હાયપરકારની ડિઝાઇન અને એન્જિનથી પ્રેરિત છે. તેની મધ્યમાં એક નાનો W16 એન્જિન બ્લોક છે. તેમાં 16 પિસ્ટન છે, જે ઘડિયાળનું બટન દબાવવામાં આવે ત્યારે લગભગ 15 સેક્ધડ સુધી ઉપર અને નીચે ફરે છે. આ આખું મિકેનિઝમ ઘડિયાળની અંદર કામ કરે છે અને તેને જોવાનો અનુભવ એક નાનું મશીન ચાલતું જોવા જેવું છે.

જેકોબ એન્ડ કંપનીએ ઘડિયાળમાં જુની ઓટોમેટા મિકેનિઝમની પરંપરા રજૂ કરી છે. જેમાં પારદર્શક નીલમ બ્લોકની અંદર એન્જિનનું લેઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે. બટન દબાવતાની સાથે જ ક્રેન્કશાફ્ટ મારફતે 16 પિસ્ટન આપમેળે સિલિન્ડરમાં ઉપર-નીચે ફરવા લાગે છે. લગભગ 15 સેક્ધડના આ એનિમેશનમાં ઘડિયાળની અંદરના ભાગમાં બુગાટી એન્જિનની જેમ હલનચલન જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *