કોંકરોચની કૂચ પહેલા દીપકે-રાંકા-દાસ સહિત હજારોની અટકાયત

દેશના મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણી સાથે આજથી કોંકરોચ જનતા પાર્ટીએ નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરતા જ દિલ્હીમાં સરકારી લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે…

દેશના મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણી સાથે આજથી કોંકરોચ જનતા પાર્ટીએ નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરતા જ દિલ્હીમાં સરકારી લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે ભારે સ્ફોટક સ્થિતિ સર્જાયેલ છે. કેન્દ્ર સરકારે કોંકરોચ પાર્ટીની કુચ રોકવા અભિજીત દીપકે, આસુતોષ રાંકા, સૌરભ દાસ ઉપરાંત યુટયુબર ધૃવ રાઠી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી, પી. વિજયન તથા ડાબેરી નેતા નેહા બોટા, બ્રિન્દા કરાત સહીત હજારો લોકો ઉપરાંત વકીલો અને પત્રકારોની પણ અટકાયત કરી ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દીધા છે.

પોલીસે અભિજિત દીપકે, આસુતોશ રાંકા અને સૌરભ દાસને દિલ્હી એરપોર્ટ ઉપર વિમાનમાંથી જ ઉપાડી લીધા હતા. તો પ્રદર્શનમાં જોડાયેલા મમતા બેનરજી, પી.વિજયન સહીતના નેતાઓને પણ અટકાયતમાં લઇ લીધા હતા. ચંદીગઢમાં આપના નેતા મનિષ સિસોદીયા તથા મુંબઇમાં તુષાર ગાંધીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

સરકારે આ કુચ રોકવા દિલ્હીમાં રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ ઉપરાંત 46 હજાર પોલીસ તથા અર્ધલશ્કરી દળો ખડકી દીધા છે. 250થી વધુ ટ્રેનો અને 45 મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા છે. 70 રસ્તાઓ ઉપર બેરીકેડ ગોઠવ્યા છે અને દિલ્હીને જોડતી સરહદો સીલ કરી દીધી છે.

આમ છતાં દિલ્હીમાં આંદોલનકારીઓ ઘુસી જતા ઠેર-ઠેર અટકાયતો કરવામાં આવી રહી છે. અમુક સ્થળે પોલીસ અને યુવાનો વચ્ચે ઝપાઝપના દ્રશ્યો પણ સર્જાયા હતા તો અમુક સ્થળે સામાન્ય પથ્થરમારો તેમજ પોલીસ લાઠીચાર્જની પણ ઘટનાઓ બની હતી.

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના 10 ઓક્ટોબરના જંતર મંતર પ્રોટેસ્ટ પહેલાં દિલ્હી પોલીસે સેંકડો લોકોને અટકાયતમાં લઈ રાજધાનીના વિવિધ કામચલાઉ અટકાયત કેન્દ્રોમાં પહોંચાડ્યા છે. આમાં ભૂતપૂર્વ કેરળ મુખ્યમંત્રી પિનરાયી વિજયન, અભિનેતા રાજ ઝુત્શી, સોશિયલ મીડિયા ક્ધટેન્ટ ક્રિએટર્સ અને 15 પત્રકારો સામેલ છે. પોલીસે તમામ 13 જિલ્લાઓમાં આ કેન્દ્રો સ્થાપ્યા છે, જેમાં ઉત્તર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ (જંતર મંતરથી લગભગ 13 કિમી) અને બાવાનાના રાજીવ ગાંધી સ્ટેડિયમ (લગભગ 38 કિમી) સામેલ છે. સેંકડો લોકોને બસ અને વાનમાં લઈ આ સ્થળોએ પહોંચાડવામાં આવ્યા.

છત્રસાલ સ્ટેડિયમમાં બપોરે એથલેટ્સની પ્રેક્ટિસ ચાલુ હતી ત્યારે પોલીસ બસો અટકાયતીઓને લઈ આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે પિનરાયી વિજયનને સવારે કેરળ હાઉસ નજીક જંતર મંતર રોડ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તેઓ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં હતા. અભિનેતા રાજ ઝુત્શી પણ અટકાયતીઓમાં સામેલ હતા.

ઈઙઈં(ખ) કાર્યકર એઆર સિંધુએ પોલીસ વાહનમાંથી જણાવ્યું કે મહિલા વિરોધીઓના કપડાં ફાટી રહ્યા છે અને પોલીસને ખબર નથી કે તેમને ક્યાં લઈ જવા. તેણીએ આક્ષેપ કર્યો કે તેમને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. ન્યૂઝલોન્ડ્રીના પત્રકાર અનમોલ પ્રીતમે કહ્યું કે 15 પત્રકારોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકને ન્યૂ દિલ્હી રેલ્વે સ્ટેશનથી ઉપાડવામાં આવ્યા હતા.

અજિંક્ય શિંદે જંતર મંતર પ્રોટેસ્ટના નવા ઇનચાર્જ
કોકરોચ જનતા પાર્ટી (CJP )ના નેતા અભિજીત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકા અને મેહર પસરને મુખ્ય ચૂંટણી આયુક્ત ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગ સાથેના વિરોધ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ પછી પાર્ટીએ જંતર મંતર ખાતેના પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે સંગઠનના ઇનચાર્જ અજિંક્ય શિંદેનું નામ જાહેર કર્યું છે. CJP એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને અટકાયતમાં લઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેમને વકીલોની મદદ તથા અન્ય સાથે સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પાર્ટીએ કહ્યું કે શિંદે ત્રણેય નેતાઓની મુક્તિ સુધી પ્રદર્શનનું નેતૃત્વ કરશે. દીપકેએ શક્ય અટકાયતની અપેક્ષામાં શુક્રવારે રાત્રે અગાઉથી વિડિયો રેકોર્ડ કર્યો હતો.

સુપ્રીમના વકીલોની પણ અટકાયત: સીજેઆઇના હસ્તક્ષેપથી મુકત કરાયા
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ ભારતના મુખ્ય ન્યાયાધીશને દિલ્હી પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા વકીલોની અટકાયતના મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. એસોસિએશને સુપ્રીમ કોર્ટ વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વકીલો સામે કથિત રીતે અતિશય બળપ્રયોગની નિંદા કરી છે. એસોસિએશને મહિલા વકીલો સહિત વરિષ્ઠ અને યુવા વકીલોની અટકાયત અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી અને આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સીજેઆઇએ સત્તાવાળાઓને અટકાયતમાં લેવાયેલા વકીલોને મુક્ત કરવા માટે સૂચના આપી છે. એ પછી તેમને મુકત કરાયા હતા.

અભિજિત દીપકેની ધરપકડ વખતે જ દાદીનું નિધન
CJP નેતા દીપકે હાલમાં દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે તેમના દાદીએ મહારાષ્ટ્રના હિંગોલીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હિંગોલીમાં આવેલા તેમના પૈતૃક ગામ ’સાંતુક પિંપરી’ ખાતે તેમનું અવસાન થયું હતું. દિલ્હીમાં અભિજીત દીપકેના વિરોધ પ્રદર્શનને લઈને પહેલેથી જ ચિંતિત રહેલો પરિવાર હવે તેમના દાદીના નિધનથી ઊંડા આઘાતમાં છે. દીપકે ગુરુગ્રામમાં પોલીસ કસ્ટડીમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં તેમના દાદીનું નિધન થયું છે, જે પરિવાર માટે મોટો આઘાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *