વર્ષ-2026ના પ્રથમ છ મહિનામાં 35 SME IPO સાથે ગુજરાત અગ્રેસર

  નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અર્ધમાં (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) નાના અને મધ્યમ ઉદ્યોગો (SME)ના પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO)ની સંખ્યામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. એક્સચેન્જના…

 

નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અર્ધમાં (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) નાના અને મધ્યમ ઉદ્યોગો (SME)ના પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO)ની સંખ્યામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. એક્સચેન્જના આંકડા મુજબ, રાજ્યના કુલ 35 SME કંપનીઓએ આ સમયગાળામાં IPO લાવ્યા હતા.

BSE SME પ્લેટફોર્મ પર ગુજરાતની 19 કંપનીઓએ મળીને 606 કરોડ રૂૂપિયા એકત્ર કર્યા હતા. ગજઊ ઊળયલિય પર 16 કંપનીઓએ IPO લોન્ચ કર્યા હતા, જોકે ગજઊ એ રાજ્યવાર ભંડોળની વિગતો જાહેર કરી નથી. આમ બંને પ્લેટફોર્મ પર ગુજરાતનો હિસ્સો 35 IPOનો રહ્યો છે.

મહારાષ્ટ્ર બીજા સ્થાને છે, જ્યાં આ સમયગાળામાં 32 SME IPO થયા હતા. તેમાંથી 20 BSE SME પર અને 12 NSE Emerge પર હતા. દિલ્હી ત્રીજા સ્થાને રહ્યું હતું, જ્યાં 19 IPO થયા હતા. પ્રાથમિક બજારમાં ભાગીદારી સતત જળવાઈ રહી છે, જોકે વાર્ષિક ગતિમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. FY26ના પ્રથમ છ મહિનામાં ગુજરાતની 23 કંપનીઓએ IPO કર્યા હતા, જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર 2025માં પણ 35 કંપનીઓએ IPO લાવ્યા હતા, જે H1 FY27 સમાન સંખ્યા છે.

બજારના નિષ્ણાતો જણાવે છે કે નાની કંપનીઓ વિકાસ મૂડી અને વધુ દૃશ્યતા માટે IPOનો ઉપયોગ વધારી રહી છે. સ્ટોકબ્રોકર અને મર્ચન્ટ બેંકર વનેશ પંચાલે કહ્યું, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ ક્ષેત્રના SME વિકાસ મૂડી માટે IPO પસંદ કરી રહ્યા છે. લિસ્ટિંગથી વિશ્વસનીયતા અને બ્રાન્ડ રિકોલ વધે છે. IPO પછી મજબૂત ગવર્નન્સ અપનાવતી કંપનીઓ વધુ સારી રીતે સ્કેલ કરી શકે છે. ગુજરાતના મોટા MSME આધાર અને લાંબા સમયથી ચાલી આવતી ઇક્વિટી કલ્ચરને કારણે આગામી ક્વાર્ટરમાં વધુ SME લિસ્ટિંગ જોવા મળશે. આ આંકડા ગુજરાતના નાના ઉદ્યોગોના પ્રાથમિક બજારમાં વધતા આત્મવિશ્વાસને દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *