હનુમાન અંશ ફિલ્મને ભારતમાં જોરદાર સફળતા મળી છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ અત્યાર સુધીમાં 170 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. ભારતમાં જબરદસ્ત રીતે સફળ રહેલી ફિલ્મ હનુમાન અંશ હવે વિદેશમાં રિલીઝ થઈ છે. વિદેશમાં ફિલ્મ રિલીઝની જવાબદારી હોમ્બલે ફિલ્મે ઉઠાવી છે.હનુમાન અંશ ફિલ્મ વિશાલ ચતુર્વેદીએ લખી છે અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મ અંદાજે 2 કરોડના બજેટમાં બની છે પણ ફિલ્મને બોક્સ ઓફિસ પર જે સફળતા મળી છે તેને જોતાં હોમ્બલે ફિલ્મે આ મુવીને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવામાં મદદ કરી છે.
હનુમાન અંશ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ હતી ત્યારે 10 લાખની કમાણી થઈ હતી પણ પછી ફિલ્મને માઉથ પબ્લિસીટીનો એટલો ફાયદો થયો કે હજુ પણ ફિલ્મની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. હનુમાન અંશ ફિલ્મ 11 સપ્ટેમ્બરે નોર્થ અમેરિકા, યૂરોપ, યૂએઈ, ઓમાન, કતર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં રિલીઝ કરામાં આવી છે. આ ફિલ્મને વિદેશોમાં પણ સફળતા મળશે તે વાત નક્કી છે કારણ કે નીમ કરૌલી બાબાના ભક્ત ફક્ત ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મોટી સંખ્યામાં છે. હનુમાન અંશ ફિલ્મના બોક્સ ઓફિસ કલેકશનની વાત કરીએ તો ફિલ્મની કમાણી અત્યાર સુધીમાં 163 કરોડથી વધી ચુકી છે. ફિલ્મનું ગ્રોસ કલેકશન 200 કરોડની નજીક છે. 2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ હનુમાન અંશ 2026 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. હવે મેકર્સે આ ફિલ્મના બીજા પાર્ટની તૈયારીઓ શરુ કરી દીધી છે.
