ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ

સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે…

સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે યોજાયેલાઆવા કાર્યક્રમોમાં જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ની બેદરકારી સામે આવે, ત્યારે સમગ્ર આયોજનની ઉપયોગિતા સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.

ઉનાતાલુકાના ગરાળ ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ માં બપોર બાદ અંદાજે 80 ટકા કર્મચારીઓ ગેરહાજર હોવાના આક્ષેપો સામે આવતાં વહીવટી તંત્રનીકામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આસપાસનાં 13 ગામના લોકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ કેમ્પમાં જ અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાની સ્થિતિ સર્જાઈ હતી.

ગરાળ ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સવારના સમયે અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાની આસપાસ કેમ્પના સ્થળે મોટાભાગની ખુરશી ઓ ખાલી જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ફરજ પરના અંદાજે 80 ટકા કર્મચારીઓ પોતાની જગ્યાએ હાજર ન હોવાથી વિવિધ કામો માટે આવેલા અરજદારો અટવાઈ ગયા હતા.

આ સમયે માત્ર રામેશ્વર અને ગરાળ ગામના તલાટી-કમ-મંત્રી તેમજ આરોગ્ય વિભાગ, આધારકાડ ર્વિભાગ, રેશનકાર્ડ વિભાગ ,બાળ કલ્યાણ વિભાગના કર્મચારી ઓજહાજર હોવાનું જાણવા મળ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમમાં ઊભા થયેલા સવાલો માત્ર એક ગામ કે એક કેમ્પ પૂરતા મર્યાદિત નથી તે સરકારી યોજનાઓના અમલીકરણ અને જનતા પ્રત્યેની જવાબદારી સાથે જોડાયેલા છે. હવે જોવાનું એ રહેશે કે આક્ષેપો સામે વહીવટી તંત્ર તપાસ કરીને જવાબદારી નક્કી કરે છે કે પછી આ મામલો પણ ફરિયાદો અને ચર્ચાઓ પૂરતો જ સીમિત રહી જાય છે. અન્યવિભાગો ના કર્મચારીઓ ગેરહાજર હોવાના કારણે અરજદારોને જરૂૂરી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ખેડૂતો પાસેથી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રજા લઈને સેવાસેતુ કેમ્પમાં પોતાનાં કામ માટે પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પર સંબંધિત અધિકારી કે કર્મચારી હાજરનહોય તો આવા અરજદારો કોની પાસે જાય અને પોતાનું કામ કોની પાસેથી કરાવે તેવો સવાલ ઊભો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *