વર્લ્ડકપ પહેલાં વર્કલોડ મેનેજ કરવા BCCIના પ્રયાસ
ન્યૂઝીલેન્ડ સામેની પાંચ ટી-20 મેચ સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક લાંબા બ્રેક બાદ ભૂવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં જસપ્રીત બુમરાહનું નામ નથી. આ સિરીઝમાં બુમરાહ નથી રમી રહ્યો. એશિયન ગેમ્સમાં જ્યારે ટીમ ઈન્ડિયા રમવા માટે પહોંચી એ ટીમમાં બુમરાહે મસ્ત પર્ફોમ કર્યું હતું.
સ્ક્રિન પાછળની વાત એવી છે કે, બુમરાહ BCCIના વર્કલોડને મેનેજ કરી રહ્યો છે. વર્લ્ડકપ 2027માં શરૂૂ થનારી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં હવે 1 વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં ટીમ મેનેજમેન્ટ એવું નહીં ઈચ્છે કે, કોઈ બાયલેટરલ સિરીઝમાં ઈજાગ્રસ્ત થઈ જાય. બુમરાહ છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત થવાને કારણે ગેમથી દૂર રહ્યો હતો. ટીમ ઈન્ડિયામાં સૌથી સફળ બોલર તરીકે બુમરાહનું નામ પહેલા ક્રમે છે.
વર્લ્ડકપમાં તે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. એવામાં હવે આશા એવી રાખવામાં આવી રહી છે કે, તૈયારીઓમાં કોઈ કચાશ નહીં રહે. હાલમાં બુમરાહને આરામ આપીને ટીમ મેનેજમેન્ટ આગામી કોઈ મોટી ટુર્નામેન્ટ માટે કેટલાક બોલરને રિઝર્વ રાખે. પછી ટીમની પસંદગી કરવામાં આવે એ સમયે એની પાસે બીજા કેટલાક વિકલ્પો હોય.
