વિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભ

બીસીસીઆઈની પ્રતિષ્ઠિત વિનુ માંકડ ટ્રોફી 2025-26 અંડર-19 વનડે ટૂર્નામેન્ટ 8 ઑક્ટોબર 2026થી શરૂૂ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એલિટ ગ્રુપ એની લીગ મેચોનું આયોજન કરશે. આ…

બીસીસીઆઈની પ્રતિષ્ઠિત વિનુ માંકડ ટ્રોફી 2025-26 અંડર-19 વનડે ટૂર્નામેન્ટ 8 ઑક્ટોબર 2026થી શરૂૂ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એલિટ ગ્રુપ એની લીગ મેચોનું આયોજન કરશે. આ ગ્રુપમાં બરોડા, મધ્યપ્રદેશ, હૈદરાબાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મણિપુરની ટીમો છે. મેચો સવારે 9 વાગ્યાથી શરૂૂ થશે. 8 ઑક્ટોબરે મહારાષ્ટ્ર-બરોડા નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર, હૈદરાબાદ-મણિપુર એસસીએ ક્રિકેટ પેવેલિયન સણોસરા ગ્રાઉન્ડ એ પર અને રાજસ્થાન-મધ્યપ્રદેશ સણોસરા ગ્રાઉન્ડ બી પર રમાશે.

10 ઑક્ટોબરે હૈદરાબાદ-બરોડા નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર, મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર સણોસરા ગ્રાઉન્ડ એ પર અને રાજસ્થાન-મણિપુર સણોસરા ગ્રાઉન્ડ બી પર મુકાબલો કરશે. 12 ઑક્ટોબરે રાજસ્થાન-મહારાષ્ટ્ર નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર, મધ્યપ્રદેશ-હૈદરાબાદ સણોસરા ગ્રાઉન્ડ એ પર અને બરોડા-મણિપુર સણોસરા ગ્રાઉન્ડ બી પર રમશે. 14 ઑક્ટોબરે રાજસ્થાન-હૈદરાબાદ નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર, મહારાષ્ટ્ર-મણિપુર સણોસરા ગ્રાઉન્ડ એ પર અને બરોડા-મધ્યપ્રદેશ સણોસરા ગ્રાઉન્ડ બી પર મુકાબલો થશે. 16 ઑક્ટોબરે મધ્યપ્રદેશ-મણિપુર નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી પર, બરોડા-રાજસ્થાન સણોસરા ગ્રાઉન્ડ એ પર અને મહારાષ્ટ્ર-હૈદરાબાદ સણોસરા ગ્રાઉન્ડ બી પર રમશે.

સૌરાષ્ટ્ર ટીમ એલિટ ગ્રુપ ડીમાં છે અને લખનૌમાં લીગ મેચો રમશે. આ ગ્રુપમાં આંધ્ર, કેરળ, આસામ, ઉત્તરાખંડ અને મુંબઈ પણ છે. સૌરાષ્ટ્ર 8 ઑક્ટોબરે આંધ્ર સામે ભારતરત્ન અટલ બિહારી વાજપેયી એકાણા ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી પર, 10 ઑક્ટોબરે કેરળ સામે એકાણા સ્ટેડિયમ પર, 12 ઑક્ટોબરે આસામ સામે એકાણા સ્ટેડિયમ પર, 14 ઑક્ટોબરે ઉત્તરાખંડ સામે એકાણા ગ્રાઉન્ડ બી પર અને 16 ઑક્ટોબરે મુંબઈ સામે જીસીઆરજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. આ મેચો પણ સવારે 9 વાગ્યાથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *