નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો કસોટી કાળ શરૂ

અજિત આગરકરના ચીફ સિલેક્ટરના હોદ્દાની મુદતનો સત્તાવાર રીતે ચોથી ઑક્ટોબરે અંત આવ્યો અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને હમણાં ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાયું…

અજિત આગરકરના ચીફ સિલેક્ટરના હોદ્દાની મુદતનો સત્તાવાર રીતે ચોથી ઑક્ટોબરે અંત આવ્યો અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને હમણાં ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાયું છે જેમાં તેની આકરી કસોટી શરૂૂ થઈ રહી છે, કારણકે પ્રજ્ઞાનની સમિતિએ ન્યૂ ઝીલેન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ત્રણેય ફોર્મેટની તેમ જ ઇન્ડિયા-એ ટીમ ની જાહેરાત કરવાની છે. આ ટીમમાં ખાસ કરીને પેસ બોલર આકાશ દીપને અપાનારા કમબેકનો મુદ્દો ચર્ચાસ્પદ રહેશે. તે ઘણા મહિનાઓથી ઈજાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર હતો, પણ હવે પૂર્ણપણે ફિટ છે.

પ્રજ્ઞાન ઓઝાની સિલેક્શન કમિટીના બીજા ત્રણ મેમ્બરમાં આર. પી. સિંહ, અજય રાત્રા અને શિવ સુંદર દાસનો સમાવેશ છે. કિવી-ટૂરમાં વન-ડે અને ટેસ્ટ સિરીઝ વચ્ચે ચાર જ દિવસનું અંતર હશે એટલે એ ટીમોના સિલેક્શન કસોટીનો મુદ્દો બનશે. ગિલ સહિત કેટલાક ખેલાડીઓ ટેસ્ટ અને વન-ડે, બન્ને શ્રેણીમાં રમશે.
ગિલ ટેસ્ટની તૈયારી માટે કદાચ છેલ્લી બે વન-ડેમાં નહીં રમે તો રાહુલ અથવા શ્રેયસ ઐયરને અંતિમ બે વન-ડેનું સુકાન સોંપાશે એવી સંભાવના છે. સાતથી આઠ ખેલાડી આ બન્ને ફોર્મેટની ટીમમાં હશે અને એમાં ગિલ, યશસ્વી, કે. એલ. રાહુલ, બુમરાહ, સિરાજ, નીતીશ રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના વગેરે સામેલ છે. ટી-20ની ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હોવાથી એના મોટા ભાગના ખેલાડીઓને ન્યૂ ઝીલેન્ડની ટૂર માટે જાળવી રાખવામાં આવશે એવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *