વર્ષ 2023માં નેલ્સન દિલીપકુમારના ડાયરેક્શનમાં રિલીઝ થયેલી જેલરની સફળતા પછી રજનીકાંત હવે આ ફિલ્મની સીક્વલ દ્વારા મોટા પડદાં પર પરત ફરી રહ્યો છે. આ મહિને જેલર 2 રીલિઝ થશે. ત્યારે હવે મેકર્સે આ ફિલ્મનું એક શાનદાર ટ્રેલર વીડિયો રિલીઝ કર્યો છે. ટ્રેલરમાં રજનીકાંતની સાથે સાથે અન્ય સ્ટારની ઝલક પણ જોવા મળી રહી છે.2 મિનિટ 24 સેક્ધડના ટ્રેલરમાં મારફાડના અને કેટલાક નાના-મોટા એક્શન સીન પણ છે. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન પણ જોવા મળશે.
ટ્રેલરમાં તેની એક નાનકડી ઝલક જોવા મળી છે. સાડી પહેરેલી છે. તેમજ હાથમાં સિગારેટ સાથે દમદાર રોલમાં જોવા મળી રહી છે.ટ્રેલરમાં તેની એક નાનકડી લાઈન છે. તે રજનીકાંતને પુછે છે કે, કોફી કે ચા? જેના પર રજનીકાંત કહે છે કે નથી જોતી.
વિદ્યા બાલન બોલે છે કોફી યા ચા ઓપ્શન નથી. પિઓગે યા નહી. હું આ બોલી રહી નથી. ટ્રેલરમાં વિદ્યા બાલન માત્ર 9 સેક્ધડના સીનમાં જોવા મળી રહી છે.મિથુન ચક્રવર્તી અને મોહનલાલ જેવા બે મોટા સ્ટાર પણ આ ફિલ્મનો ભાગ છે. મિથુન ચક્રવર્તી ટ્રેલરમાં વ્હીલ ચેર પર જોવા મળી રહ્યો છે. તેની એક નાનકડી ઝલક જોવા મળી રહી છે. મોહનલાલનો પણ એક નાનકડો સીન છે.
