એશિયન ગેમ્સ 2026 માં પુરુષોની ક્રિકેટ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું, જેનાથી ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો. પાકિસ્તાને સિલ્વર મેડલ જીત્યો. પહેલા બેટિંગ કરતા ભારતને 20 ઓવરમાં 211 રન બનાવવા પડ્યા. પાકિસ્તાન ફક્ત 192 રન જ બનાવી શક્યું.જોકે, વૈભવ ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો, જ્યારે સંજુ સેમસન પણ લાંબો સમય ટકી શક્યો નહીં.જોકે,અભિષેક શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી,માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.અભિષેકે માત્ર 28 બોલમાં 61 રન બનાવ્યા.
ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની શરૂૂઆત સારી નહોતી. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ટીમ માટે ઇનિંગની શરૂૂઆત કરી. વૈભવે કેટલાક સારા સ્ટ્રોક રમ્યા અને એવું લાગતું હતું કે તેની પાસે મોટી ઇનિંગ હશે, પરંતુ એવું બન્યું નહીં. તે 9 બોલમાં ફક્ત 15 રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે બે છગ્ગા ફટકાર્યા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા સંજુ સેમસન પણ સસ્તામાં આઉટ થયો, તેણે ચાર બોલમાં ફક્ત બે રન બનાવ્યા. જોકે, અભિષેક શર્માએ એક છેડો પકડી રાખ્યો, જેને કેપ્ટન શ્રેયસ ઐયરે થોડો ટેકો આપ્યો.
શ્રેયસ ઐયરે ધીમી બેટિંગ કરી રહ્યો હતો અને જ્યારે તેણે ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે આઉટ થયો. તેણે 24 બોલમાં 21 રન બનાવ્યા. જોકે, અભિષેક શર્માએ તેની આક્રમક બેટિંગ શૈલી ચાલુ રાખી. તેણે શાનદાર અડધી સદી પૂર્ણ કરી. ત્યારબાદ તે સદી સુધી પહોંચવા માટે તૈયાર દેખાતો હતો પરંતુ આઉટ થયો. તેણે 28 બોલમાં 61 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ઇશાનના આઉટ થયા પછી, ભારતનો રન રેટ ધીમો પડી ગયો. શિવમ દુબે અને તિલક વર્મા શરૂૂઆતમાં સ્થિર બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ જેમ જેમ અંતિમ ઓવરો શરૂૂ થઈ, તિલક અને શિવમે ગિયર બદલ્યા અને ઝડપથી રન બનાવવાનું શરૂૂ કર્યું. તિલક વર્મા 22 બોલમાં 51રન બનાવીને અણનમ રહ્યા, જેમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. શિવમે 15બોલમાં 27 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતે આખરે 20 ઓવરમાં 211 રન બનાવ્યા, જે પાકિસ્તાન માટે ખૂબ જ વધારે સાબિત થયા.
આ પછી, જ્યારે પાકિસ્તાને બેટિંગ શરૂૂ કરી, ત્યારે ટીમ ક્યારેય મેચ જીતી જાય તેવું લાગતું ન હતું. કેપ્ટન શાહીબાઝાદા ફરહાન માત્ર 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયા. આગામી બેટિંગમાં આવેલા ઉસ્માન ખાન પણ માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. મુઆઝ સદકતે સારી બેટિંગ કરી પણ તે પણ તેને મોટી ઇનિંગમાં રૂૂપાંતરિત કરી શક્યો નહીં. તેણે 18 બોલમાં 23 રન બનાવ્યા. સતત ત્રણ વિકેટ ઝડપી ગુમાવ્યા બાદ, પાકિસ્તાની ટીમ દબાણમાં હોય તેવું લાગતું હતું. આ પછી હસન નવાઝ અને સૈમ અયુબે સારી ભાગીદારી કરી, પરંતુ આ સમય દરમિયાન રન ઝડપથી ન આવ્યા અને ટીમ મેચમાં પાછળ રહી ગઈ. હસન નવાઝે 96 રનની ઇનિંગ રમી પણ કામ ન આવી. ભારતીય બોલરોએ દબાણ જાળવી રાખ્યું અને ટીમને વિજય અપાવવામાં સફળ રહ્યા. પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં ફક્ત 192 રન બનાવી શકી અને ભારતે મેચ 19 રનથી જીતી લીધી.
અભિષેક શર્માની રેકોર્ડની વણઝાર; વિરાટને પછાડ્યો, યુવરાજની બરાબરી
ભારતીય ઓપનર અભિષેક શર્માએ એશિયન ગેમ્સ 2026ના ફાઇનલમાં પાકિસ્તાની બોલરોની બરાબરની ધોલાય કરી છે. તેમણે 28 બોલમાં તોફાની 61 રન બનાવ્યા. આ ઇનિંગ્સમાં અભિષેકે 3 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી. આ સાથે જ તેમણે 2026માં 100 ટી20 સિક્સર અને પોતાની કારકિર્દીમાં 400 ટી20 સિક્સર પૂરા કરી લીધા. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાન સામે કુલ 14 ટી20 ઇન્ટરનેશનલ સિક્સર ફટકારીને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો. અભિષેક શર્મા એક કેલેન્ડર યરમાં સૌથી ઝડપી 100 સિક્સર મારનારા બીજા ખેલાડી બન્યા. તેમણે ક્રિસ ગેલ અને ડેવાલ્ડ બ્રેવિસને પાછળ છોડી દીધા. તો બીજી તરફ ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 400 સિક્સર મારવાના મામલે પણ અભિષેકે ક્રિસ ગેલ અને કીરોન પોલાર્ડ જેવા ખેલાડીઓને પછાડી દીધા. આ બંને બાબતોમાં આંદ્રે રસેલ નંબર 1 સ્થાન પર કબ્જો છે. પાકિસ્તાન સામે ટી20 ઇન્ટરનેશનલમાં કુલ 11 સિક્સર સાથે વિરાટ કોહલી નંબર 1 ભારતીય હતા. હવે અભિષેક શર્માએ તેમને પાછળ છોડી દીધા છે. તેમણે પાકિસ્તાન સામે કુલ 14 ટી20 ઇન્ટરનેશનલ સિક્સર ફટકારી દીધી છે. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાન સામે એક ટી20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે પોતાના ગુરુ યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે.
વૈભવને આઉટ કર્યા બાદ સેમ અયુબનો ઇશારો વાયરલ
પાકિસ્તાનના સેમ અયુબે વૈભવને આઉટ કર્યા બાદ બાળકને પારણામાં ઝુલાવવાનો ઈશારો કરતું સેલિબ્રેશન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ શરૂૂઆતમાં આક્રમક બેટિંગ કરી હતી. તેણે 9 બોલમાં 15 રન બનાવ્યા, જેમાં બે છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, સેમ અયુબની ઓવરમાં રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલ તેના ગ્લોવ્ઝને અડ્યો અને વિકેટકીપર ઉસ્માન ખાને કેચ ઝડપી લીધો. વૈભવની વિકેટ બાદ સેમ અયુબે ’બેબી ક્રેડલ’ જેવો ઈશારો કરીને ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનને કેટલાક અહેવાલોમાં વૈભવને ચીડવવાના ઈશારા તરીકે વર્ણવવામાં આવ્યું છે.
