મુંબઇ એરપોર્ટના કર્મચારીની મિલીભગતથી ચાલતા નેટવર્કનો પર્દાફાશ, 13.73 કરોડનું સોનું-હીરા જપ્ત

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની મિલીભગતથી ચાલતા એક અત્યંત સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરીને અધિકારીઓએ રૂૂપિયા 13.73 કરોડની કિંમતનું વિદેશી સોનું અને હીરાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ સ્ટાફ મેમ્બર સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી લીધી છે.

DRIની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ મુસાફરો અને એરપોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. ભારતમાં ગેરકાયદે ઘુસાડવામાં આવી રહેલું 8.564 કિલો વિદેશી સોનું મળી આવ્યું હતું. આ સોનું તપાસ એજન્સીઓની નજરમાં ન આવે તે માટે 23 કેપ્સ્યુલ્સમાં મીણ (Wax) સ્વરૂૂપે છુપાવવામાં આવ્યું હતું. ભારતમાંથી ગેરકાયદે રીતે દુબઈ નિકાસ કરવામાં આવી રહેલા 1,168.97 કેરેટના હીરા જપ્ત કરવામાં આવ્યા હતા.જપ્ત કરાયેલા સોના અને હીરાની સંયુક્ત કિંમત આશરે ₹13.73કરોડ થાય છે.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ગેંગ ’ટુ-વે સ્મગલિંગ’ મોડેલ પર કામ કરતી હતી. જેમાં ભારત બહારથી સોનું લાવવામાં આવતું અને બદલામાં અહીંથી હીરા દુબઈ મોકલવામાં આવતા હતા. સોનું દુબઈ, દોહા, જેદ્દાહ અને ફુજૈરાહથી લાવવામાં આવતું હતું. આ માટે સિંગાપોર અને ઢાકા તરફ જતાં ટ્રાન્ઝિટ મુસાફરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એરપોર્ટ સ્ટાફ મેમ્બર ટ્રાન્ઝિટ એરિયામાંથી સોનું મેળવી કસ્ટમ્સ ચેકિંગ વગર બહાર પહોંચાડતો હતો અને સાથે જ ભારતીય આઉટબાઉન્ડ મુસાફર પાસેથી હીરા મેળવી વિદેશ જતાં પેસેન્જર સુધી પહોંચાડતો હતો.

DRI દ્વારા આ મામલે 1 એરપોર્ટ સ્ટાફ મેમ્બર, 6 આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ પેસેન્જર્સ અને 1 ભારતીય આઉટબાઉન્ડ મુસાફર મળી કુલ 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તમામ સામે કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે તેમજ આ સિન્ડિકેટના મુખ્ય ફાઇનાન્સર્સ અને રિસીવર્સ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *