મોરબીમાં દુકાનદારે દારૂડિયાને મફતમાં ઠંડા પીણા આપવાનો ઇનકાર કરતા દુકાનમાં તોડફોડ

મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં દુકાનદાર સાથે માથાકૂટ અને તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મોમાઈ ડેરી એન્ડ બેકરીના વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી…

મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં દુકાનદાર સાથે માથાકૂટ અને તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મોમાઈ ડેરી એન્ડ બેકરીના વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી અને તેમના પત્ની જાગૃતિબેન દુકાન પર હાજર હતા ત્યારે મીરા પાર્કમાં રહેતો અશોક પરમાર નામનો શખ્સ કથિત રીતે દારૂૂના નશામાં આવી ઠંડા પીણા મફતમાં માંગતો હતો. વેપારીએ મફત વસ્તુ આપવાનો ઇનકાર કરતા શખ્સ ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ગાળાગાળી અને માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ છૂટા પથ્થરો વડે દુકાનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ છે. વેપારીએ 112 પર ફોન કરતાં શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. વેપારી દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જોકે શરૂૂઆતમાં માત્ર અરજી લેવામાં આવી હોવાનો વેપારીનો આક્ષેપ છે.

આ દરમિયાન રાત્રે ફરી અશોક પરમાર દુકાને ધોકો લઈને આવ્યો અને દાદાગીરી કરી હોવાનો આરોપ છે. ‘પોલીસ મારું કંઈ નહીં કરી શકે’ તેમ કહી ફરી માથાકૂટ કરતા વેપારીએ 112ને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાદમાં અશોક પરમારની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશભાઈ પટેલને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે પોલીસ દ્વારા સમગ્ર બનાવમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવે છે કે નહીં તેના પર નજર છે. પોલીસ દ્વારા વિધિવત ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. વેપારીની દુકાનમાં જાહેરમાં તોડફોડ અને ધમકીના આક્ષેપ બાદ પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *