ગોંડલમાં ગોંડલી નદી પર બની રહેલા પાંજરાપોળ નજીકના નવા બ્રિજની કામગીરીમાં અડચણરૂૂપ ગેરકાયદેસર કાચા પાકા મકાનો અને કોમર્શિયલ દબાણો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.
ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળાની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા , ચિરાગભાઈ શ્યારા સહિતની ટીમ જેસીબી સાથે પાંજરાપોળ ફુલવાડી કોમ્પ્લેક્ષ સામે પંહોચી રોડ ઉપર ની આઠ દુકાનો તથા દુકાનો પાછળ નદી કાંઠામાં બનાવાયેલા સાત મકાનો તોડી પાડી સોળ હજાર સ્ક્વેરફુટ જગ્યા ખુલી કરી હતી.
ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળા નાં જણાવ્યાં મુજબ, છ।ઇ વિભાગ દ્વારા રોડની બંને સાઈડ એપ્રોચ રોડ બનાવવાના હોવાથી આ દબાણો દૂર કરવા જરૂૂરી હતા. દુકાન તથા મકાન ધારકોને ત્રણ મહીના પહેલાં દબાણ હટાવવા નોટીસો અપાઇ હતી. તેમ છતા દબાણ દુર નહી થતાં ડીમોલેશન કરાયુ છે.
