અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસના એક આરોપીની ફાંસીની સજા સામે સુપ્રીમનો સ્ટે

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડ પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની ફાંસીની સજાના અમલ પર…

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડ પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની ફાંસીની સજાના અમલ પર રોક લગાવી છે. અહેમદ બાવાએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. ખંડપીઠે કાવતરાના આધારે દોષિત ઠેરવવાની દલીલ સાંભળી નોટિસ જાહેર કરી હતી. હાઇકોર્ટે 38 આતંકીઓની ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી.

કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની અરજી પર રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ ઉપરાંત તેની ફાંસીની સજાના અમલ પર રોક (સ્ટે) લગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન દોષિતના વકીલે દલીલ કરી હતી કે અરજદારને માત્ર કાવતરાના આધારે જ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ દલીલો ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ જાહેર કરીને ફાંસી પર રોક લગાવી દીધી.

આ સુનાવણી દરમિયાન કેસ સંબંધિત દસ્તાવેજોના અનુવાદનો વિષય પણ સામે આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના મોટાભાગના દસ્તાવેજો સ્થાનિક ભાષામાં છે. તેથી ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અને સંબંધિત કાગળોનો અનુવાદ પૂરો પાડવા માટે પણ અલગથી અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સાતમી જુલાઈએ 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખીને 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *