જેકી ચેનના નિધનની પોસ્ટથી ચાહકોને આંચકો

અમેરિકાથી ઉડાડવામાં આવી હતી અફવા! 72 વર્ષીય જેકી ચેનના મોતના સમાચાર તદ્દન ખોટા સોશિયલ મીડિયા પર અચાનક જેકી ચેનના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્સ વાઈરલ…

અમેરિકાથી ઉડાડવામાં આવી હતી અફવા! 72 વર્ષીય જેકી ચેનના મોતના સમાચાર તદ્દન ખોટા સોશિયલ મીડિયા પર અચાનક જેકી ચેનના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્સ વાઈરલ થવા લાગી હતી દિગ્ગજ એક્ટર, માર્શલ આર્ટિસ્ટ અને ફિલ્મમેકર જેકી ચેનના મોતના ખોટા સમાચારે તેમના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા 24 કલાકમાં કેટલીક એવી પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે 72 વર્ષના જેકી ચેનનું નિધન થઈ ગયું છે.

જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક યુઝર્સે એક્ટરના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો સાથે ’1954-2026’ પણ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂૂ કરી દીધું. ત્યારબાદ દુનિયાભરમાં તેમના ફેન્સની ચિંતા વધી ગઈ. જેકી ચેન દુનિયાભરમાં પોતાની ફિલ્મો અને જબરદસ્ત એક્શન માટે જાણીતા છે. તેમની ગ્લોબલ પોપ્યુલરિટીના કારણે તેમના મોતના ખોટા સમાચારે જોતજોતામાં સોશિયલ મીડિયા પર જોર પકડી લીધું. ખાસ કરીને અમેરિકામાં આવી પોસ્ટ્સ ઝડપથી શેર કરવામાં આવી. આ પોસ્ટ્સને થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળ્યા. જ્યારે જેકી ચેન આ જ વર્ષે જુલાઈ 2026માં સિંગાપુરમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને કુશળ-મંગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *