‘જય અંબે બોલ’, હિમેશ રેશમિયાએ બનાવ્યો ગરબો

આનવરાત્રિ પર ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા એક નવો ગરબો લઈને આવ્યા છે. ’જય અંબે બોલ’ જેવા શબ્દો ધરાવતો આ ગરબો સૂરજ બડજાત્યાની 27 નવેમ્બરે રિલીઝ થનારી…

આનવરાત્રિ પર ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા એક નવો ગરબો લઈને આવ્યા છે. ’જય અંબે બોલ’ જેવા શબ્દો ધરાવતો આ ગરબો સૂરજ બડજાત્યાની 27 નવેમ્બરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ’યે પ્રેમ મોલ લિયા’નો હિસ્સો છે અને દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવવામાં આવેલો આ ગરબો હિમેશ રેશમિયાની મ્યુઝિક-કરીઅરનો પહેલો ગરબો છે.

’જય અંબે બોલ’ ગરબાને શ્રેયા ઘોષાલ અને હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો છે. મયૂર પુરીએ લખેલા આ ગરબાને હિમેશે પોતાના સંગીતથી વધુ ખાસ બનાવ્યો છે. ’યે પ્રેમ મોલ લિયા’નો આ ગરબો ફિલ્મના ટાઇટલ ટ્રેક બાદ રિલીઝ થયો છે. 11 ઑક્ટોબરથી નવરાત્રિ શરૂૂ થઈ રહી છે ત્યારે આ ગરબામાં લોકોને સારો એવો રસ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *