ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા બે યુવતી સહિત 3ના અપહરણ

બે પરિવારે એક કરોડની ખંડણી ચુકવી દીધી છતાં ત્રણ દિવસથી છૂટકારો નહીં થતા ચિંતા, 70 લાખ ચુકવી એક યુવક પરત આવી ગયો ગેરકાયદેસર રીતે અમેરિકા…

બે પરિવારે એક કરોડની ખંડણી ચુકવી દીધી છતાં ત્રણ દિવસથી છૂટકારો નહીં થતા ચિંતા, 70 લાખ ચુકવી એક યુવક પરત આવી ગયો

ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા એક ગુજરાતી યુવક અને 2 યુવતીઓનું ઇથોપિયામાં અપહરણ થયું છે. તેઓ 20મી સપ્ટેમ્બરે અમેરિકા જવા નીકળ્યાં હતા. 3 દિવસથી તેમનું અપહરણ કરીને પરિવાર પાસે 1 કરોડ રૂૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. જેનું અપહરણ થયું છે તે યુવાનનું નામ ઋત્વિક શૈલેષભાઇ જનસરી છે. તેની ઉંમર 23 વર્ષ અને તે મહેસાણાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતીનું નામ મમતા ચિરાગભાઇ ચાવડા હોવાનું ખૂલ્યું છે. યુવતીની ઉંમર 30 વર્ષ છે. તે મૂળ મહેસાણાની છે પણ હાલ અમદાવાદમાં રહે છે. મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટે આ બન્નેને મોકલ્યા હતા.

આ યુવક-યુવતીઓ 20મી સપ્ટેમ્બરે ગુજરાતથી નીકળી જયપુર પહોંચ્યા હતા. જ્યાંથી એતિહાદની ફ્લાઇટમાં અબુ ધાબી ગયા હતા. એ જ દિવસે અબુ ધાબીથી ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા. એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા ૠજઋ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં તેમનું બુકિંગ 20થી 29 સપ્ટેમ્બર સુધીનું હતું. તેમણે ઇથોપિયાના ઇ-વિઝા લીધા હતા. જે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધી એટલે કે એક મહિનાના હતા. એડિસ અબાબામાં એજન્ટ્સે તેમનું અપહરણ કર્યું હતું.

આખી વાત ત્યારે બહાર આવી જ્યારે તેમની સાથે ગયેલો એક યુવક રૂૂપિયા આપીને પાછો આવ્યો હતો. એ યુવક તેમના જ ગામનો હતો, બધા સાથે હતા. અપહરણકારોએ તેમના પરિવાર સાથે વાત કરીને રૂૂપિયા માંગ્યા હતા. ત્રીજા યુવકના પરિવારે 70 લાખ રૂૂપિયા આપી દેતા અપહરણકારોએ તેને છોડી દીધો હતો અને તે યુવાન ગુજરાત પાછો આવી ગયો છે.

ઋત્વિક, મમતા તેમજ અન્ય એક યુવતીના પરિવારમાંથી એક પરિવારે અપહરણકારોને ખંડણી ચૂકવી હતી. જોકે રૂૂપિયા આપ્યા બાદ છેલ્લા 3 દિવસથી કોઇ પત્તો ન હોવાથી છેવટે પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. એજન્ટ અલ્પેશ પટેલે વડોદરાના અન્ય કોઇ એજન્ટને આ કામ સોંપ્યું હતું પણ હાલમાં અલ્પેશ ક્યાં છે તેની કોઇ માહિતી નથી. સૌથી નવાઇની વાત એ છે કે આ અપહૃત લોકોની પહેલાં બીજા દસેક જેટલા લોકો પણ આવી જ રીતે યમન ગયા હતા પણ હજુ સુધી તેમનો પણ કોઇ પત્તો નથી લાગ્યો.

ડંકીરૂટથી અમેરિકામાં ઘુસણખોરી માટે નીકળ્યા અને એજન્ટની જાળમાં ફસાયા
ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા બે યુવતી અને એક યુવકના ઇથોપિયામાં અપહરણ થયા છે ત્યારે આ યુવક-યુવતીઓ ડંકીરૂટથી અમેરિકામાં ઘુસણખોરી માટે નીકળ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ અમેરિકામાં ઘુસણખોરો સામે સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. આમ છતાં લોકો એજન્ટોની જાળમાં ફસાઇ રહ્યા છે. આ કિસ્સામાં પણ ઇથોપિયાના એજન્ટે જ અપહરણ કરી ખંડણી પડાવી હોવાનું બહાર આવી રહ્યું છે. જો કે, હજુ તમામ વિગતો બહાર આવી નથી પરંતુ ટુંક સમયમાં મોટા ધડાકા થવાની શકયતા દર્શાવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *