આવતીકાલથી PGVCLની ડિસકનેક્શન ડ્રાઇવ, 4.32 લાખ વીજજોડાણો કપાશે

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજબિલ ન ભરનાર 4,32,856 ગ્રાહકોનું જોડાણ આગામી મંગળવારથી કાપવાની તૈયારીમાં છે. કંપનીએ આ ગ્રાહકો પાસેથી 207 કરોડ રૂૂપિયાથી…

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજબિલ ન ભરનાર 4,32,856 ગ્રાહકોનું જોડાણ આગામી મંગળવારથી કાપવાની તૈયારીમાં છે. કંપનીએ આ ગ્રાહકો પાસેથી 207 કરોડ રૂૂપિયાથી વધુની વસૂલાત કરવાની છે.સામાન્ય રીતે માર્ચમાં ડિસ્કનેક્શન ડ્રાઇવ થાય છે. પણ છેલ્લા બે મહિનામાં નિયમિત બિલ ભરનારા ગ્રાહકોની સામે બાકીદારોની સંખ્યા વધી છે. તેથી છ મહિનામાં જ ફરી મોટી ડ્રાઇવ યોજાઈ રહી છે.

કંપનીના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનાથી લઈને એક વર્ષ સુધી બિલ ન ભરનારા ગ્રાહકો સામે આકસ્મિક કાર્યવાહી થશે. તમામ 12 સર્કલમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ ચાલશે.સૌથી વધુ બાકીદાર કચ્છ સર્કલમાં છે. ત્યાં 63,000થી વધુ ગ્રાહકોએ બિલ નથી ભર્યું. જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ 50,000થી વધુ ગ્રાહકો બિલ ભર્યા વગરના છે.29 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ટીમો જોડાણ કાપશે. સ્થળ પર કોઈ પેમેન્ટ સ્વીકારાશે નહીં. પાવર કપાયા પછી આખું બિલ અને રિકનેક્શન ચાર્જ ભરવો પડશે.

કંપનીએ સર્કલ પ્રમાણે બાકીદારોની યાદી તૈયાર કરીને આગોતરી જાણ કરી દીધી છે. બાકીદાર ગ્રાહકોને તાત્કાલિક ઓનલાઇન અથવા કચેરીએ જઈને બિલ ભરવા કહેવામાં આવ્યું છે.રાજકોટ સિટી સર્કલમાં 1,80,884 ગ્રાહકો પાસેથી વસૂલાત થશે. આ માટે શહેરના 22 સબ-ડિવિઝન પ્રમાણે ટીમો બનાવવામાં આવી છે.કંપનીએ ચેતવણી આપી છે કે સમયસર બિલ ન ભરાય તો જોડાણ કપાશે અને ફરી જોડાણ મેળવવા વધુ ખર્ચ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *