ગોંડલ નજીક કારની રફતારમાં પતિ-પત્ની અને પુત્રના મોત

આણંદના કારચાલકે સ્કૂટરને અડફેટે લેતા જીવલેણ અકસ્માત, એક ઘરમાંથી ત્રણ-ત્રણ અર્થી ઉઠતા અનિલાભાલોડી ગામ હિબકે ચડયું ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ આવતી કાર…

આણંદના કારચાલકે સ્કૂટરને અડફેટે લેતા જીવલેણ અકસ્માત, એક ઘરમાંથી ત્રણ-ત્રણ અર્થી ઉઠતા અનિલાભાલોડી ગામ હિબકે ચડયું

ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ આવતી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે મોત થયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યના મોતને કારણે ગોંડલના અનિડા ભાલોડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.માતાના ખબરઅંતર પૂછવા પતિ અને દીકરા સાથે દીકરી રામોદ જતી હતી. ત્યારે સાળંગપુરથી દર્શન કરી ગોંડલની અક્ષર દેરીએ દર્શને જતાં આણંદના દર્શનાર્થીઓની કાર પરિવાર માથે કાળ બની ને ત્રાટકી હતી. કાર એક્ટિવાને ખાડામાં ઢસડી ગઈ હતી અને પલટી ગઈ હતી. એરબેગ ખુલી જતાં મહિલાચાલક તથા કારમાં સવાર અન્ય લોકોનો બચાવ થયો હતો.

અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશ કરશનભાઈ બગડા (ઉંમર વર્ષ 40) પોતાના એક્ટિવા (નંબર ૠઉં GJ 03 LS 5971) પર પત્ની શાંતુબેન અને 13 વર્ષીય પુત્ર વ્રજ સાથે રામોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘોઘાવદર અને રામોદ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા નેક્સોન કાર (નંબરGJ 23 CF 0472) સાથે એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા પર સવાર ત્રણેય સભ્યો ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

અકસ્માત સર્જનાર નેક્સોન કારચાલક હિરલબેન પટેલ આણંદથી મોડી રાત્રે અઢી વાગ્યે નીકળ્યા હતા. કારમાં 3 મહિલા અને એક પુરૂૂષ મળી 4 લોકો સાળંગપુર ખાતે દર્શન કરીને ગોંડલના પ્રખ્યાત અક્ષર મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

અકસ્માતની જાણ થતા જ ગોંડલથી 2 અને કોટડા સાંગાણીથી 1 એમ કુલ 3 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતકોના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ (ઙખ) કરવામાં આવશે. પી.એમ.ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના સ્વગૃહે અનિડા ગામે લઈ જવામાં આવશે.

અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. બનાવની ગંભીરતા જોતા ગોંડલ તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરી કાર ચાલક સામે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના માળામાંથી ત્રણ મોતી વિખેરાઈ જતા અનિડા ભાલોડી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બપોર બાદ જ્યારે મૃતક માતા, પિતા અને 13 વર્ષના પુત્રની અંતિમયાત્રા એકસાથે નીકળી ત્યારે હાજર સૌ કોઈની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. એક જ પરિવારમાંથી એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઊઠતાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. આ માર્ગમિક પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો અંતિમયાત્રામાં જોડાયા હતા. પરિવારજનોના આક્રંદે ઉપસ્થિત સૌ કોઈના કાળજાં કંપાવી દીધાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *