જસદણના કુંદણી ગામે રહેતાં ખેડુત ગુરૂૂવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા બાદ ગઇકાલે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારજનો ઠેકઠેકાણે શોધખોળ કરી રહ્યાહતાં ત્યારે શેઢા પાડોશીએ વાડીના કૂવામાં ચપ્પલ તરતાં હોવાની જાણ કરતાં પરિવારજનોએ તપાસ કરતાં કૂવા અંદરથી લાશ મળી હતી.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પોલીસે મૃતદેહ રાજકોટ ખસેડયો હતો. જાણવા મળ્યા મુજબ કુંદણી ગામે રહેતાં લાલજીભાઈ બીજલભાઇ હાંડા (ઉ.વ.48) ગુરૂૂવારે સવારે ઘરેથી નીત્યક્રમ મુજબ નીકળ્યા હતાં. વાડીએ આંટો મારીને બીજા એક કામે જવાના હોવાનું કહીને તેઓ નીકળ્યા હતાં. જો કે મોડી સાંજ સુધી તેઓ પરત ન આવતાં અને ફોન પણ ન લાગતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતાં અને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂૂ કરી હતી. ગઇકાલે બપોર સુધી તેમનો પત્તો ન મળતાં પરિવારજનો પોલીસ સ્ટેશને જવાની તૈયારીમાં હતાં ત્યાં જ લાલજીભાઈની જ્યાં વાડી છે ત્યાના શેઢા પાડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તમારી વાડીના કૂવામાં ચપ્પલ તરે છે.
આથી પરિવારજનો તુરત જ વાડીએ પહોંચ્યા હતાં અને કૂવામાં જોતાંએ ચપ્પલ લાલજીભાઈના જ હોવાનું જણાતાં તરવૈયાઓ મારફત અંદર તપાસ કરતાં મૃતદેહ મળી આવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. જસદણ પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી હતી અને જરૂૂરી કાર્યવાહી કરી જસદણ હોસ્પિટલે મૃતદેહ ખસેડયો હતો. જો કે મૃતદેહ ફુલાઈ ગયોહોઈ ફોરેન્સિક પોસ્ટ મોર્ટ મનું કહેવાતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો. મૃત્યુ પામનાર લાલજીભાઈ બેભાઈ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અનેબેદિકરાછે. વાડીએપગ લપસી જતાં કૂવામાં પડી ગયાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી.
