સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યો

શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ પર વિમલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગઇકાલે પ્રેમમંદિર પાસેથી ભાડૂ લઇ સાધુ વાસવાણી રોડ પર ગયા હતા…

શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ પર વિમલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગઇકાલે પ્રેમમંદિર પાસેથી ભાડૂ લઇ સાધુ વાસવાણી રોડ પર ગયા હતા ત્યારે મુસાફરે દારૂના નશામાં ભાડુ આપવાના બદલે રિક્ષા ચાલકને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિમલનગરમાં રહેતા વિશાભાઇ સાંગાભાઇ ખાંભલા (ઉ.વ.60) પોતાની રિક્ષામાં એક શખ્સને પ્રેમમંદિરથી બેસાડી સાધુ વાસવાણી રોડ પર ભાડૂ લઇને ગયા હતા તે દરમિયાન શખ્સ પાસેથી ભાડાના રૂપિયા 100 માંગતા મુસાફરે દારૂના નશામાં ઝઘડો કરી કોટેચા ચોક સુધી આવો પસી ભાડુ આપુ તેવી કહી વિશાભાઇ ખાંભલાને માર માર્યો હતો. વૃધ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બીજા બનાવમાં મુળ જામ જોધપુરના ભોજાબેડી ગામના વતની અને હાલ શહેરમાં ભારતનગરમાં રહેતા કૌટૂંબિક દાદાના ઘરે આવેલા ભરત સાજણભાઇ સરસીયા નામના 16 વર્ષના સગીરે ગુરુપ્રસાદ ચોકમાં કૌટૂંબિક દાદાની ચાની કેબીને ઝેરી દવા પી લીધી હતી.

સગીરને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતોે. પ્રાથમિક પૂછપરછમાં સગીર માનસિક અસ્થિર હોવાના કારણે દાવ પી લીધી હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *