કાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરૂૂ થાય તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કાલે રમાનારી પ્રથમ ODI પહેલાં યોજાયેલા પ્રેક્ટિસ…

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરૂૂ થાય તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કાલે રમાનારી પ્રથમ ODI પહેલાં યોજાયેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલની જમણી કોણીમાં ઈજા થઈ હતી. મોહમ્મદ સિરાજનો બોલ ગિલની કોણીમાં વાગ્યા બાદ તેમને તરત જ નેટ્સમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા અને તેમની કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો.

આ ઘટના શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન બની હતી. ઈજા બાદ ગિલ અડધા કલાકથી વધુ સમય સુધી મેદાનથી દૂર રહ્યા હતા અને ત્યારબાદ તેમણે ફરી બેટિંગ પ્રેક્ટિસ કરી નહોતી. પરિણામે, હવે સૌથી મોટો સવાલ એ છે કે ગિલ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાનારી પ્રથમ ODI માં ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકશે કે નહીં.હાલમાં ગિલની ઈજા અંગે કોઈ સત્તાવાર મેડિકલ અપડેટ સામે આવ્યું નથી. જોકે, ઉપલબ્ધ અહેવાલો અનુસાર ઈજા ગંભીર હોવાના સ્પષ્ટ સંકેતો જોવા મળ્યા નથી. તેથી પ્રથમ ODI પહેલાં તેમની ફિટનેસ પર નજર રહેશે. મોહમ્મદ સિરાજનો બોલ વાગ્યા બાદ ગિલને નેટ્સમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા. તેમની જમણી કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો. થોડા સમય બાદ તેઓ ફરી ટીમના અન્ય ખેલાડીઓ સાથે જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, તેમણે ત્યારબાદ બેટિંગ પ્રેક્ટિસ ફરી શરૂૂ કરી નહોતી.

ગિલને ઈજા થાય તે પહેલાં ભારતીય પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ નેટ્સમાં સાથે બેટિંગ કરતા જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓએ આશરે 20 મિનિટ સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી અને ભારતીય બોલરો તેમજ સ્થાનિક નેટ બોલરો સામે વિવિધ શોટ્સ રમ્યા હતા.રોહિત અને વિરાટની હાજરીને કારણે પણ આ ODI શ્રેણી પર ચાહકોની નજર છે. રોહિત શર્મા અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી પોતાની છેલ્લી ODI મેચમાં સદી ફટકારી ચૂક્યા છે. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં પણ તેઓ તે જ લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *