સોનામાં પણ રૂા.3000 તૂટ્યા, ડોલર સામે રૂપિયો 96 નજીક
વૈશ્વિક પરિસ્થિતિને લઈને આજે સોના ચાંદીમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. ચાંદીમાં આજે એક ઝાટકે 17 હજારનો કડાકો નોંધાયો છે. જ્યારે સોનામાં પણ 3200 રૂૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
હજુ ત્રણ દિવસ પહેલા જ ચાંદી ત્રણ લાખને પાર થઈ હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ચાંદીમાં માતબર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ ચાંદીમાં 9000 રૂૂપિયા ઘટ્યા બાદ આજે સવારથી જ ચાંદીમાં નેગેટિવ મોડ જોવા મળ્યો હતો અને તેને કારણે સવારના સત્રમાં ખૂલતાની સાથે જ ચાંદીમાં 17,000 નો મોટો કડાકો બોલી ગયો ગયો હતો.
આજે વાયદા બજારમાં ચાંદીનો ભાવ 2,73,630 સુધી પહોંચી ગયો હતો. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં 26,000 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સોનાની વાત કરીએ તો આજે સોનામાં પણ 3200 રૂૂપિયાનો ઘટાડો શરૂૂઆતમાં જોવા મળ્યો હતો. વાયદા બજારમાં સોનાનો ભાવ 1,58,967 ઉપર છે. રાજકોટની બજારની વાત કરીએ તો ચાંદીનો ભાવ ₹2,77,050 જોવા મળી રહ્યો છે જ્યારે સોનાનો ભાવ 1,62,370 જોવા મળી રહ્યો હતો.
બીજી બાજુ ડોલર ની સામે રૂૂપિયો આજે પણ નબળો પડતો જોવા મળ્યો છે અને 96 ની સપાટી આજે ક્રોસ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહે છે. હાલ ડોલરનો ભાવ 95.92 જોવા મળી રહ્યો છે.
ગઈકાલે શેર બજારમાં 1000 પોઇન્ટની તેજી જોવા મળ્યા બાદ આજે સેન્સેક્સમાં 400 પોઈન્ટ ઉપર માર્કેટ જોવા મળ્યું હતું. કે આજે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ ઉપર ત્રણ તણ રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ઓઇલ કંપનીઓના ભાવમાં કડાકા ભૂલી ગયા છે ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ તેમજ રિલાયન્સ ના શેર આજે નીચે ટ્રેડ કરતાં જોવા મળી રહ્યા છે.
