રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં આવેલ મિલકતોને જીઓ-ટેગ કરવા, મિલકતનું સરનામું અદ્યતન કરવા, મિલકતધારકનો મોબાઇલ નંબર અપડેટ કરવા તેમજ મિલકત ખાતેના વોટર કનેક્શન સહિતની વિગતોનો ડેટાબેઝ અદ્યતન કરવા માટે સર્વેની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવેલ છે.
આ કામગીરી અંતર્ગત તા.28/09/2026, સોમવારથી રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં નિયત કરવામાં આવેલ રેસિડેન્સ તથા નોન-રેસિડેન્સ મિલકતોની મુલાકાત લઈ મોબાઇલ એપ્લિકેશન મારફતે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
સર્વેની કામગીરી માટે નિયુક્ત એજન્સીના કર્મચારીઓને તેમના નામ, મોબાઇલ નંબર, ફોટોગ્રાફ તથા અન્ય વિગતો દર્શાવતું આઈ-કાર્ડ આપવામાં આવેલ છે. આ આઈ-કાર્ડ પર રાજકોટ મહાનગરપાલિકાનો સિક્કો લગાવવામાં આવેલ છે. ઉપરાંત, સર્વેયરની ઓળખની ખરાઈ કરવા માટે આઈ-કાર્ડ પર ચછ કોડ આપવામાં આવેલ છે. ચછ કોડ સ્કેન કરવાથી સર્વે કર્મચારીની ઓળખની ખરાઈ કરી શકાશે. સર્વે કરનાર કર્મચારીઓની નામ તથા ફોટોગ્રાફ સહિતની યાદી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પણ મુકવામાં આવેલ છે.
આ સર્વેની કામગીરી ફકત વેરા વસુલાત શાખાના રેકર્ડ પર નોંધાયેલ મિલકતોના ડેટાબેઇઝને અઘતન કરવા માટે કરવામાં આવનાર છે. સર્વે કરનાર વ્યક્તિને વેરો ઉઘરાવવાની કે હયાત આકારણીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવેલ નથી. જેથી આ કર્મચારીઓને કોઇપણ પ્રકારનો ઓટીપી કે કોઇપણ બેંક ડીટેઇલ શેર નહીં કરવા ખાસ સુચના આપવામાન આવી છે. આ કર્મચારીઓને કોઇપણ વેરો કે રકમ વસુલ લેવાની સત્તા આપવામાં આવેલ નથી. આથી આ કર્મચારીઓ સાથે કોઇપણ નાણાકિય વ્યવહાર કરવો નહી.
કોઇપણ કર્મચારી પાસે આઇ કાર્ડ ન હોય તો તેઓને મિલકત ખાતે પ્રવેશ આપવો નહિ. સર્વે કરનાર કર્મચારીઓની નામ,ફોટોગ્રાફ સાથેની યાદી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. આથી સર્વેયરની ખરાઇ અર્થે આઇ કાર્ડમાં QR CODEઆપેલ છે. આ QR CODE સ્કેન કર્યેથી કર્મચારીની ઓળખની ખરાઇ કરી શકાશે.
એજન્સીના કોઇપણ કર્મચારી દ્વારા ઘઝઙ, નાણા કે બેંક ડીટેઇલ વિગેરે વિગત માંગ્યે રાજકોટ મહાનગરપાલિકા કોલ સેન્ટર નં 155304 પર જાણ કરવા અને રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખાની રેકર્ડ અદ્યતન કરવાની કામગીરીમાં સહયોગ આપવા આથી સર્વે મિલકતધારકોને અનુરોધ કરવામાં આવેલ છે.
