સેન્સેક્સમા 350 અંકની રિકવરી, ચાંદીમાં 2500 અને સોનામાં 900નો સુધારો

ગઈકાલે રોકાણકારોના અબજો રૂૂપિયાનું ધોવાણ થયા બાદ આજે માર્કેટમાં આંશિક રિકવરી જોવા મળી હતી. સવારના સત્રમાં સેન્સેક્સ 200 અંક ઉપર જોવા મળ્યો હતો. જોકે બપોરે…

ગઈકાલે રોકાણકારોના અબજો રૂૂપિયાનું ધોવાણ થયા બાદ આજે માર્કેટમાં આંશિક રિકવરી જોવા મળી હતી. સવારના સત્રમાં સેન્સેક્સ 200 અંક ઉપર જોવા મળ્યો હતો. જોકે બપોરે ફરી એક વખત સેન્સેક્સ અને નિફ્ટી નીચે આવ્યા હતા અને ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો હતો.

પરંતુ 1:30 વાગ્યા બાદ યુરોપના માર્કેટ ખુલ્યા બાદ ભારતીય બજારમાં પણ રિકવરી જોવા મળી હતી. હાલ બપોરે ત્રણ વાગ્યે આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 330 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. આ સાથે નીફ્ટિીમાં પણ 75 અંકનો સુધારો નોંધાયો છે. આજે લગભગ તમામ સેક્ટર ના શેરમા વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે બેંકની અને મીડકેપ નિફ્ટી પણ સુધારા પર જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી 220 ઉપર જોવા મળી હતી. આજે એક્સિસ બેન્ક તેમજ એચડીએફસી બેન્ક માં પણ વધારો થયો હતો.

બીજી બાજુ સોના અને ચાંદીમાં પણ આજે રિકવરી જોવા મળી હતી. સોનાનો ભાવ ₹1,51,500 ઉપર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ₹2,36,000 પાર થયો છે. આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂૂ થતી હોવાને કારણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. બીજી બાજુ રૂૂપિયાની સામે ડોલરનો ભાવ 95 75 જોવા મળી રહ્યો છે તો ક્રૂડમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે હાલ બ્રેન્ટ ક્રુડ નો ભાવ 105.50 ડોલર પ્રતિ બેરલ નો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *