ભાવનગરમાં ડિજિટલ ઠગાઇના નવ બનાવો, 13.74 લાખની છેતરપિંડી

ભાવનગર શહેર અને જિલ્લામાં સાયબર અપરાધીઓએ નાગરિકોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની ડિજિટલ લૂંટ આચરી છે. અલગ-અલગ 9 બનાવોમાં શાતિર ઠગબાજોએ નકલી લિંક્સ, ઓનલાઇન ટાસ્ક, પાર્ટ…

ભાવનગર શહેર અને જિલ્લામાં સાયબર અપરાધીઓએ નાગરિકોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની ડિજિટલ લૂંટ આચરી છે. અલગ-અલગ 9 બનાવોમાં શાતિર ઠગબાજોએ નકલી લિંક્સ, ઓનલાઇન ટાસ્ક, પાર્ટ ટાઇમ જોબ અને બેંક કેવાયસી (KYC) અપડેટ કરવા જેવા કીમિયા અજમાવીને કુલ રૂૂ. 13,74,599/- ની માતબર રકમ સફાચટ કરી નાખી છે. આ અંગે જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

છેતરપિંડીના મુખ્ય બનાવોમાં ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ કિકાણી ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મેચની લોભામણી જાહેરાત જોઈ ’AGTV’ નામની APK ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ખાતાઓમાંથી રૂૂ. 94,400 ઉપડી ગયા હતા. નવી વિઠ્ઠલવાડીના દીપકભાઈ ચૌહાણ વોટ્સએપ પર આવેલી લિંક દ્વારા બેંક ઓફ ઈન્ડિયાનું KYC કરવા જતાં રૂૂ. 50,000 ગુમાવી બેઠા હતા. સિદસર રોડની ચૈતન્ય વિલા સોસાયટીના 74 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ ઉપેન્દ્રભાઈ ઓઝાએ ગૂગલ પરથી કસ્ટમર કેરનો બોગસ નંબર મેળવી સંપર્ક કરતાં ઠગોએ ગૂગલ પે મારફતે રૂૂ. 50,000 ટ્રાન્સફર કરી લીધા હતા.

અન્ય બનાવોમાં ઇસ્કોન મેગાસિટીના વેપારી કિરીટકુમાર પટેલના ખાતામાંથી કોઈ પણ ઘઝઙ કે લિંક વગર બારોબાર રૂૂ. 1.20 લાખ ઉપડી ગયા હતા. સુભાષનગરના શ્રમિક બુધાભાઈ વાળાને બોગસ બેંક મેનેજરનો વિડીયો કોલ કરી જૂના સિક્કા ખરીદવાના નામે રૂૂ. 87,699 પડાવી લેવાયા હતા. આ જ વિસ્તારના શેરબજાર સાથે સંકળાયેલા ચિંતનભાઈ રાવળ પાસે ડીમેટ એકાઉન્ટ ખોલાવી ઊંચા વળતરની લાલચ આપી રૂૂ. 1,34,500 જમા કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ ઉપરાંત રૂૂવાપરી રોડની યુવતી અક્સાબેન શેખે સોશિયલ મીડિયા પર ડ્રેસની લોભામણી જાહેરાત જોઈ સંપર્ક કરતાં રૂૂ. 1,26,718 ગુમાવવાનો વારો આવ્યો હતો. સિહોર તાલુકાના ગુંદાળા ગામના વેપારી હરદેવભાઈ ખેર સાથે આસામના સોપારી એજન્ટે બોગસ ઈ-વે બિલ મોકલી રૂૂ. 4,20,000 ની ઠગાઈ આચરી હતી.
જ્યારે મહુવા તાલુકાના સથરા ગામના અર્જુનસિંહ વાળા પાસે ટ્રેન પ્રવાસ દરમિયાન પરિચયમાં આવેલી મહિલા અને તેના સાથીદારે કોર્સ સર્ટિફિકેટના નામે રૂૂ. 2,92,000 પડાવી લીધા હતા.

આ તમામ બનાવો અંગે તપાસ ચલાવી રહેલી ભાવનગર સાયબર ક્રાઈમ સેલ અને ટેકનિકલ ટીમોએ સંકળાયેલા બેંક ખાતાઓને ફ્રીઝ કરવા તથા IP એડ્રેસ અને CDRના આધારે આરોપીઓ સુધી પહોંચવા ચક્રગતિમાન કર્યા છે.

આ સાથે જ નવરાત્રિ તહેવાર નજીક આવતાં સોશિયલ મીડિયા પર ’ગરબા પાર્ટનર ભાડે મળશે’ તેવી વાયરલ પોસ્ટ્સ અને વિવિધ પેકેજીસથી યુવાનોને જાળમાં ન ફસાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પીઆઇ ચૌધરીએ કોઈપણ અજાણી લિંક ન ખોલવા, OTP કે પાસવર્ડ શેર ન કરવા અને ફ્રોડ થાય તો તુરંત 1930 હેલ્પલાઈન કે સાયબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *