વિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

બનાવનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા…

બનાવનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રહેતા મહિલાની હત્યા બાદ શંકાસ્પદ આરોપીએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુમિતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહિલ પર અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને કબજે કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમપરાના જ 42 વર્ષીય અરજણભાઈ ગોવિંદભાઈ ભાડેલિયા નામના શંકાસ્પદ શખસનું નામ સામે આવ્યું છે. મહિલાની હત્યા કર્યા બાદ અરજણે પણ ઝેરી દવા પી લેતાં તેની તબિયત લથડી હતી, જેથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુના પાછળનું ચોક્કસ કારણ જાણવા પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધી આરોપીનું સ્વાસ્થ્ય સુધર્યા બાદ પૂછપરછ હાથ ધરવાની કવાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *