ભારતે એશિયન ગેમ્સમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીત્યા બાદ, હવે ભારતે શૂટિંગમાં સફળતા મેળવી છે. કમલજીત અને સુરુચિ ઈન્દર સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. 10 મીટર પિસ્તોલ શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં 484.6ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.
શૂટિંગમાં આ એશિયન ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ છે. ભારતીય નિશાનબાજોએ અત્યાર સુધીમાં 10 મેડલ અપાવ્યા છે. તેમાં 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ પણ સામેલ છે. આ પહેલાં મહિલા ક્રિકેટ ટીમે ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ પહેલાં મનુષ શાહ અને દિયા ચિતલેની જોડીએ ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જોડીએ ચીનની વર્લ્ડ નંબર-4 જોડીને 3-1થી હરાવી હતી.
ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત એકંદર 19 મેડલ પોતાના નામે કરી લીધા છે.એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 148 રનથી હરાવીને દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.
