બાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોત

બાબરા નજીક એક વર્ષ અને 15 વર્ષના પુત્રને લઇ કામે જવા નીકળેલા આધેડના બાઇકને અજાણયા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…

બાબરા નજીક એક વર્ષ અને 15 વર્ષના પુત્રને લઇ કામે જવા નીકળેલા આધેડના બાઇકને અજાણયા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડનું પુત્રની નજર સામે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ બાબરામાં રહેતા ટીકારામ ટોટીયાભાઇ રાવત નામના 50 વર્ષના આધેડ પોતાના એક વર્ષ અને 15 વર્ષના પુત્રને બાઇકમાં બેસાડી કોટડાપીઠા ગામે મજૂરી અર્થે જઇ રહ્યા હતા ત્યારે અજાણયા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ મુળ મધ્યપ્રદેશના વતની હતા. બાબરા સામાન મુકી બંને પુત્રને લઇ કોટડાપીઠા ગામે મજૂરી અર્થે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પુત્રને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *