સૌથી વધુ ગોલ્ડન ડકનો રેકોર્ડ પણ હવે અભિષેક શર્માના નામે

T-20માં આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો હજી ગયા અઠવાડિયે ટી-20માં 30 બોલમાં સેન્ચુરી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવવા ઉપરાંત કેટલાક વિક્રમો પોતાના નામે કરનાર લેફ્ટ-હેન્ડ…

T-20માં આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો

હજી ગયા અઠવાડિયે ટી-20માં 30 બોલમાં સેન્ચુરી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવવા ઉપરાંત કેટલાક વિક્રમો પોતાના નામે કરનાર લેફ્ટ-હેન્ડ ઓપનર અભિષેક શર્માએ મંગળવારે અનિચ્છનીય રેકોર્ડ કર્યો હતો.
નવાઈની વાત એ છે કે અભિષેકે રોહિત શર્માનો થોડા વર્ષો જૂનો ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો હતો. વાત આવી છે કે ટી-20 ઇન્ટરનેશનલ્સમાં સૌથી વધુ વખત પોતાના પ્રથમ બોલ પર આઉટ થનાર (સૌથી વધુ ગોલ્ડન ડક ધરાવનાર) અભિષેક મોખરાનો ભારતીય ઓપનર બન્યો છે. રોહિત શર્મા ટી-20 આંતરરાષ્ટ્રીય રમતો ત્યારે ઓપનર તરીકે કુલ ચાર વખત પોતાના પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેના ચાર ગોલ્ડન ડકની તુલનામાં હવે અભિષેકના પાંચ ગોલ્ડન ડક થઈ ગયા છે.

મંગળવારે જાપાન સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીને ઇલેવનની બહાર રાખવામાં આવ્યો હોવાથી તેના અસંખ્ય ચાહકો તેની આતશબાજીથી વંચિત રહ્યા હતા. જોકે અભિષેક શર્મા ટીમમાં હોવાથી તેની પાસે ઘણાને ચોગ્ગા-છગ્ગાના વરસાદની અપેક્ષા હતી. જોકે તે જાપાનના ચાર્લી હારા-હિન્ઝેના બોલમાં શોર્ટ ફાઇન લેગ પર સુગયા-સ્લેટર નામના ફીલ્ડરને આસાન કેચ આપી બેઠો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *