280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ
ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર ઇસમોને ઝડપી લીન ચોરીમાં ગયેલ જીરૂૂ તેમજ બોલેરો ગાડી સહીત 12.77 લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
હળવદના ચરાડવા ગામે રહેતા ઘનશ્યામસિંહ દેવુભાઇ પઢીયાર (ઉ.વ.57) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.15ના સવારના 10 વાગ્યા પહેલા કોઇપણ સમયે અજાણ્યા ચોર ઇસમોએ ચરાડવા ગામની સીમમાં આવેલ ભવાની ઓઈલ મિલ ગોડાઉનમાં જીરૂૂના બાચકા ભરેલા હોય જ્યાંથી 102 બાચકા જીરૂૂ કુલ 280 મણ કીમત રૂૂ 10,64,000 ચોરી કરી કોઈ વાહનમાં ભરી લઇ ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી. એલસીબી ટીમે તપાસ ચલાવતા મોરબી-હળવદ રોડ પર આવેલ આઈટીઆઈ સામે જીઇબી સબ સ્ટેશન પાછળ દેવીપુજક ઝુપડા સામે આરોપીઓ હોવાની બાતમી મળતા રેડ કરી હતી અને આરોપીઓ સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનીલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશી વિરમગામીયા અને રાહુલ વિજય દસકીયા એમ ચારને ઝડપી લીધા છે અન્ય આરોપીઓ અરવિંદ ઉર્ફે પતક મુકેશ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપુજક અને વાઘજી દેવીપુજક એમ ત્રણ ઇસમોના નામો ખુલ્યા છે.
એલસીબી ટીમે ચોરીમાં ગયેલ જીરૂના બાચકા નંગ 92 વજન 231 મણ કીમત રૂ.8,77,800, બોલેરો મેક્ષી ટ્રક જીજે 17 યુયુ 5175 કીમત રૂ.4 લાખ અને તાલપત્રી 1નંગ સહીત કુલ રૂ.12,77,800નો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી અર્થે આરોપીઓ અને મુદામાલ હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
