ઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆત

ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા છે. ફલ્લા સેક્શન હેઠળ આવતા…

ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા છે. ફલ્લા સેક્શન હેઠળ આવતા સોયલ, મજોઠ,નેસડા, વાવડી, લીંબુડા સહિતના 8 ગામોના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂૂરિયાત હોવાનું જણાવી રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલ વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ખેતીના પાકને સિંચાઈની જરૂૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ આસપાસના ડેમો તથા નાના-ચેકડેમોમાં પાણી ઉપલબ્ધ હોવાથી તેનો ઉપયોગ ખેતી માટે થાય તેવી ખેડૂતોની માંગ છે.

આ મુદ્દે 8 ગામોના ખેડૂતો ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય હાજર ન હોવાથી ખેડૂતો તેમના નિવાસસ્થાનની બહાર બેસી ગયા હતા.
બાદમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ખેડૂતોની રજૂઆત સાંભળી તાત્કાલિક પાણી છોડાવવા માટે જરૂૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે, સૌની યોજના અથવા ઉપલબ્ધ ડેમમાંથી ફલ્લા સેક્શનની કેનાલમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે, જેથી 8 ગામોના ખેડૂતોને પાક બચાવવા માટે જરૂૂરી પાણી મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *