રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો

જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી…

જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી અને 1 ટીવી મેળવી નાણાં ન ચૂકવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અગાઉ વિછીયાના વેપારીની પણ શિકાર બનાવ્યા હતા, આ ગઠીયાએ બગસરા માં પણ વેપારીઓ સાથે છેતરપીંડી કરી હોય બગસરા પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદના આ ગઠીયા સામે સુરેન્દ્રનગર, ખેડા,મહેસાણા સહિતના પોલીસ મથકમાં ગુના નોંધાયેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના જુનો કોઠી રોડ વિસ્તારમાં રહેતા અને ’મા ખોડલ ટેકનો એન્ડ સેલ્સ’ નામનો ઇલેક્ટ્રિકનો શો-રૂૂમ ધરાવતા મયુરભાઈ ચતુરભાઈ હિરપરા (ઉ.વ. 29) નામના વેપારી સાથે આ છેતરપિંડી થઈ છે. ગત તા. 24/05/2026ના રોજ એક અજાણ્યો શખસ તેમના શો-રૂૂમે આવ્યો હતો અને પોતાનું નામ ’અનિલભાઈ રાઠોડ’ (રહે. વિંચીયા અને અમરેલી) તરીકે આપ્યું હતું. તેણે અમરેલીના એરપોર્ટ નજીક શિવમ બંગલો ખાતે પોતાની ‘HIT HE BRAND SHOAP’ નામની પેઢી હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવાની અને ક્વોટેશન આપવાની વાત કરી વેપારીને પોતાની મીઠી-મીઠી વાતોમાં ભોળવી લીધા હતા.

ત્યારબાદ તા. 02/06/2026ના રોજ આ શખસે અમરેલીનું સરનામું મોકલી 2 ડાઇકિન કંપનીના એસી કિંમત રૂૂ. 77,000 તથા 1 સેમસંગ કંપનીનું ટીવી કિંમત રૂૂ. 26,500 મગાવ્યા હતા અને બીજા દિવસે સવારે ચેક આપી જવાની ખાતરી આપી હતી. વેપારી મયુરભાઈએ રિક્ષા મારફતે સરનામે સામાન મોકલી આપ્યો હતો. પરંતુ સામાન મળ્યા બાદ આ શખસનો મોબાઇલ નંબર બંધ આવવા લાગ્યો હતો. વેપારીએ અમરેલી સ્થિત આપેલા સરનામે જઈને તપાસ કરતા ત્યાં આવી કોઈ વ્યક્તિ કે પેઢી અસ્તિત્વમાં ન હોવાનું માલૂમ પડ્યું હતું.

આ દરમિયાન વિંચીયાના અન્ય એક વેપારી પ્રવીણભાઈ બાવળીયા પણ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં વેપારીની પોતાની રીતે ચાલેલી તપાસમાં ખુલાસો થયો હતો કે, પોતાનું નામ અનિલભાઈ રાઠોડ બતાવીને ઠગાઈ આચરનાર અસલ શખસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મધુરમ સ્કાય, કેશવ એપાર્ટમેન્ટ સામે રહેતો પ્રણવભાઈ પ્રવીણભાઈ સોની છે.આ શખ્સે બગસરાના કેટલાક વેપારીઓ સાથે રૂૂ.4 લાખની છેતરપીંડી કરી હોય આ મામલે બગસરા પોલીસે પ્રણવભાઈ પ્રવીણભાઈ સોની ની ધરપકડ કરી પુછપર કરતા મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર પંથકમાં આ ગઠીયા સામે ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે.

અમરેલી જીલ્લા પોલીસ વડા સંજય ખરાતની સુચનાથી બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.કે.ગોલવેલકર,પીએસઆઈ એચ.જી.મારૂૂ સાથે સ્ટાફના ભગવાનભાઈ ભીલ, જયેન્દ્રભાઈ બસીયા, જયંતિભાઈ ભાસરકા, માલદાનભાઇ અરડુ , જયેશભાઇ મકવાણા તથા ટાઉનબીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. પ્રવીણભાઇ કલસરીયા, અનિરૂૂધ્ધસિંહ નકુમ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

વેપારીઓને ફસાવવા પકડાયેલ ગઠિયાની ખાસ મોડેસ ઓપરેન્ડી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મધુરમ સ્કાય, કેશવ એપાર્ટમેન્ટ સામે રહેતો પ્રણવભાઈ પ્રવીણભાઈ સોની વેપારીઓને શિકાર બનાવવા ખાસ મોડેસ ઓપરેન્ડી અપનાવતો હતો, પ્રણવ વેપારી પાસે આવી બ્રાન્ડેડ કપડા, તેમજ બુટ ચપલનો શોરૂૂમ બનાવવાનો હોય અને દુકાન ભાડેથી રાખી અને તેમાં પરચુરણ કામ ચાલુ કરી વેપારીઓને વિશ્વાસ કેળવી વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રીક સામાન તેમજ ફર્નીચર લગત પ્લાયવુડનો સામાન તેમજ ટી.વી. એ.સી. જેવો સામાન તેમજ કલરકામ લગત સામાન ખરીદી કઈ ફોન બંધ કરી ભાગી જઇ ગુન્હો કરવાની ટેવ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *