ભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં કહેવાતી દારૂૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્યમાં દારૂૂની રેલમછેલ યથાવત હોવાના વધુ એક મોટા પુરાવા સામે આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ…

ગુજરાતમાં કહેવાતી દારૂૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્યમાં દારૂૂની રેલમછેલ યથાવત હોવાના વધુ એક મોટા પુરાવા સામે આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉમરાળી ગામે દરોડો પાડીને કરોડો રૂૂપિયાનો વિદેશી દારૂૂનો ક્ધટેનર અને વાહનો સાથેનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગાંધીનગરથી મળેલી ખાસ સૂચનાના આધારે કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસતંત્રની અસમર્થતા અને શંકાસ્પદ ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસ જેના પર નજર રાખવામાં નિષ્ફળ રહી છે, ત્યાં SMCએ સીધા દરોડા પાડીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
SMCના પીએસઆઇ એસ.વી. ગળચર અને તેમની ટીમે ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે આવેલા પ્રકાશ ધુશાભાઇ ખુમાણના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બીયરની આશરે 1015 પેટીઓ તેમજ 26,519 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂૂ. 1,22,20,967 થાય છે. આ ઉપરાંત પોલીસે 3 વાહનો અને 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 1,53,47,467 નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર પ્રકરણમાં ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 2238 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCની ટીમે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ પ્રકાશ ધુશાભાઇ ખુમાન અને જયવિર ધુશાભાઇ ખુમાન (બંને રહે. ઉમરાળી)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જેતપુરના રવિરાજ દાનભાઇ ખાચર, જયેન્દ્ર જીલુભાઇ બસીયા, શન્ની, ગાંધીધામના શિવરાજસિંહ શેખાવત, ભેંસાણના રવિરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ, પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ, મિત બાવાજી, ગુંદાળીના રાહુલ વાળા તેમજ વાહનોના માલિકો અને ચાલકો સહિત 5 અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે.

રાજ્યભરમાં દારૂૂની આટલી મોટી હેરાફેરી અને રેલમછેલ ક્યાં સુધી ચાલતી રહેશે તે અંગે હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ભેંસાણ પોલીસના નાકની નીચે જ આટલો મોટો દારૂૂનો જથ્થો ઉતારી દેવામાં આવ્યો છતાં પણ સ્થાનિક પોલીસને તેનો ભનક પણ ન આવી, જેને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે. SMCના આ સપાટા બાદ સમગ્ર જૂનાગઢ જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *