ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડીને કુલ 20 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સ્થળ પરથી રૂૂ. 52,800 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર યુ.આર. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, બેટાવડ ગામની સીમમાં સહદેવસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં આવેલી ઓરડીમાં ભુપતભાઇ મફાભાઇ ઠાકોર પોતાના કબ્જા ભોગવટાની જમીનમાં બહારથી માણસો ભેગા કરી તીન-પત્તીનો હારજીતનો નસીબ આધારિત જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ ઓરડી પર રેડ પાડી હતી. દરોડા દરમિયાન જુગાર રમતા 19 ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 મહિલા આરોપીને અટક કરવાની બાકી છે.
પોલીસે સ્થળ પરથી રૂૂ. 52,800 ની રોકડ રકમ, 104 નંગ ગંજીપત્તાના પાના અને 2 નંગ પાથરણા મળીને કુલ રૂૂ. 52,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડામાં ઝડપાયેલા આરોપીઓમાં ભુપતભાઇ મફાભાઇ ઠાકોર (બેટાવડ), વિરલભાઇ કાંતીભાઇ પ્રજાપતિ (કોલીથડ), આશિષભાઇ કાબાભાઇ જોરીયા (થોરડી), ચંદુભાઇ સવજીભાઇ જીંજુવાડીયા (બાલસર), દિલીપભાઇ નાથાભાઇ ચૌહાણા (ખીરસરા), અનિલભાઇ ધનજીભાઇ સોંલકી (બેટાવડ), સુરેશભાઇ નાથાભાઇ સરમારી (મોળીદડ), સુરેશભાઇ નાથાભાઇ મકવાણા (મોળીદડ), કલ્પેશભાઇ ભગવાનજીભાઇ સોંલકી (બેટાવડ), કનુભાઇ વેલાભાઇ ઠાકોર (કોલીથડ), વિજયભાઇ કાથડભાઇ વાળા (રાજકોટ), દિનેશભાઇ વિરસિંગભાઇ ભીલ (કોલીથડ), અમૃતભાઇ પુનાભાઇ ઠાકોર (બેટાવડ), સાગરભાઇ રમેશપરી ગૌસ્વામી (ગોંડલ), જેન્તીભાઇ પુનાભાઇ ઠાકોર (બેટાવડ), ચંદુલાલ મંગાભાઇ સોંલકી (બેટાવડ), અશ્વિનભાઇ હમીરભાઇ ઠાકોર (કોલીથડ), દિનેશભાઇ અજુભાઇ ઠાકોર (કોલીથડ) અને અનિલભાઇ હમીરભાઇ ઠાકોર (કોલીથડ)નો સમાવેશ થાય છે. જ્યારે મધુબેન ચંદુલાલ સોંલકી (રહે. બેટાવડ)ને અટક કરવાના બાકી છે.
