વડિયાના નાજાપુર ગામે દારૂના અડ્ડાઓ પર મહિલા રેડ

ગુજરાત એ રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ હોવાથી અહિ દારૂૂ બંધી છે. પરંતુ આ દારૂૂ બંધીની અમલવારી માત્ર કેવા પૂરતી જ હોય તેવી ઘટનાઓ રોજ અલગ…

ગુજરાત એ રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ હોવાથી અહિ દારૂૂ બંધી છે. પરંતુ આ દારૂૂ બંધીની અમલવારી માત્ર કેવા પૂરતી જ હોય તેવી ઘટનાઓ રોજ અલગ અલગ જગ્યાએ થી સામે આવતી જોવા મળે છે. થોડા દિવસ પેહલા ભાવનગર વિસ્તારમાં બનાવટી ઇંગ્લિશ દારૂૂ પીવાથી લોકોના મોત નીપજ્યા અને ઘણા પરિવારો એ પોતાના સ્વજનને ગુમાવ્યા તો કોઈ પરીવાર નિરાધાર પણ બન્યો. છતાં ભાવનગર રેન્જ માં હજુ દારૂૂ બંધીની કડક અમલવારીના નામે મીડું હોય તેવી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે.

ભાવનગર રેન્જ આઇજી નીચે આવતો વિસ્તાર એટલે અમરેલી જિલ્લો આ અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે ગામનુ યુવાધન અને પરિવારો બરબાદ થતા હોવાની વાત સાથે આ ગામની મહિલાઓ એ દારૂૂના હડ્ડાઓ પર સતત બે દિવસ સુધી જનતા રેડ કરી અને 112ના માધ્યમથી પોલીસને પણ જાણ કરી છતાં નવાઈની વાત એ છેકે પોલીસને ક્યાય તે જગ્યાએ થી દારૂૂ મળ્યો નહીં અને આ મહિલાઓ અને બાળકો દારૂ શોધી લાવ્યા.

આ જનતા રેડના બે દિવસના વિડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થયા અને ત્યાર બાદ સમગ્ર જિલ્લામાં જાણે હડકમ્પ મચ્યો હોય તેમ આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા અને અમરેલી જિલ્લાની પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા કર્યા તો બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના જાણે લીરે લીરા ઉડ્યા હોય તેવા દ્રષ્યો પણ આ રણચંડી બનેલી મહિલાઓના મુખેથી એ વીડિયોમાં સાંભળવા મળ્યા.

વાઇરલ થયેલા વીડિયોમાં મહિલાઓ જે બોલે છે તેમાં અમારા પુરુષોના મોઢામાં સવારથી જ દારૂ ગંધાવા માંડે છે અમારા જુવાન દીકરાઓ દારૂના રવાડે ચડતા જાય છે અને અમારા પરીવાર બરબાદ થઈ રહ્યા છે. અમે રાત દિવસ મહેનત મજૂરી કરીએ અને એ નાણાં દારૂૂ પાછળ જાય એ પોસાય તેમ નથી. તો બીજા વીડિયોમાં દારૂ વેચનાર સેક્સન આપતા હોવાની વાતો પણ તેમાંથી સંભળાઈ હતી ત્યારે આ ઘટના થી અનેક પ્રશ્રનો લોકોમાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે તેમાં સૌથી મોટો આક્ષેપ એવા થતા જોવા મળ્યા છે કે કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનાના ગામડાઓમાં કર્મીઓ ગેરકાનૂની પ્રવુતીઓ બે રોકટોક ચાલે છે અને પોલીસ પેટ ભરીને હપ્તાઓ વસુલે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *