દારૂબંધીની ઐસીતૈસી, અમદાવાદ-સુરતમાં જ 20 હજારથી વધુ કેસ

ગાંધીનગરના આંગણે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ક્રાઈમ ડેટાએ ’ડ્રાય સ્ટેટ’ ગુજરાતની વાસ્તવિકતા છતી કરી દીધી છે. ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, રાજ્યના બે…

ગાંધીનગરના આંગણે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ક્રાઈમ ડેટાએ ’ડ્રાય સ્ટેટ’ ગુજરાતની વાસ્તવિકતા છતી કરી દીધી છે. ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, રાજ્યના બે સૌથી મોટા મેગા સિટી – અમદાવાદ અને સુરતમાં નોંધાયેલા કુલ ગુનાઓમાં પ્રોહિબિશન (દારૂૂબંધીના ભંગ) ના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યમાં થતા ચોરી, લૂંટ, બળાત્કાર, હત્યા, અપહરણ અને સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓ કરતાં પણ દારૂૂબંધીના ભંગના કેસોની સંખ્યા સૌથી વધુ છે, જે કડક કાયદાઓની અમલવારી સામે મોટા સવાલો ઊભા કરે છે.

આંકલાવના વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં આ ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા. આ સરકારી ડેટા અનુસાર, 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2026 સુધીના માત્ર એક જ વર્ષના સમયગાળામાં અમદાવાદમાં કુલ 18,519 ગુનાઓ નોંધાયા હતા, જ્યારે સુરતમાં આ આંકડો 12,340 રહ્યો હતો. બંને શહેરોના કુલ મળીને 30,859 ગુનાઓ નોંધાયા છે, જેમાં પ્રોહિબિશનના કેસોનો હિસ્સો 66 ટકા જેવો છે.

ડ્રાય સ્ટેટના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં દારૂૂબંધી ભંગના અધધ 12,889 કેસો નોંધાયા છે, જે અન્ય કોઈપણ ગુના કરતા અનેક ગણા વધારે છે. અમદાવાદમાં પ્રોહિબિશન બાદ ચોરીના 2,860 કેસ, જુગારના 1,495 કેસ અને સાયબર ફ્રોડના 495 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 289 બળાત્કાર, 225 અપહરણ, 117 છેડતી, 83 હત્યા, 56 લૂંટ અને 10 ખંડણીના કેસ પણ નોંધાયા છે. બીજી તરફ સુરત શહેરમાં પણ દારૂૂબંધી ભંગના 8,556 કેસ નોંધાયા છે, જ્યારે ચોરીના 1,275, જુગારના 1,137 અને સાયબર ફ્રોડના 333 કેસ નોંધાયા છે. સુરતમાં બળાત્કારના 331, અપહરણના 297, છેડતીના 134, હત્યાના 115, ખંડણીના 108 અને લૂંટના 54 કેસ ચોપડે નોંધાયા છે.

પોલીસ કામગીરીનો અહેવાલ આપતા સરકારે જવાબમાં જણાવ્યું હતું કે આ નોંધાયેલા કેસોમાં જુલાઈ અંત સુધીમાં કુલ 38,877 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જ્યારે હજુ 725 આરોપીઓને પકડવાના બાકી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તેમના સગા-સંબંધીઓની પૂછપરછ, મોબાઈલ ટ્રેકિંગ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાયબર ગુનાઓમાં બેંકની ઊંઢઈ વિગતો, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ઈંઙ એડ્રેસની ચકાસણી કરવામાં આવી રહી છે. જે આરોપીઓ ગુજરાતની બહાર ભાગી ગયા છે, તેમના માટે સ્થાનિક પોલીસની મદદથી ટીમો રવાના કરવામાં આવી છે અને વિદેશ ભાગી ગયેલા ગુનેગારો સામે ’લુક આઉટ સર્ક્યુલર’ (કઘઈ) પણ જાહેર કરવામાં આવ્યા છે. ડ્રાય સ્ટેટમાં દારૂૂના આટલા મોટા પ્રમાણમાં પકડાતા જથ્થા અને નોંધાતા કેસોએ પોલીસ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

ગિફટસિટીમાં 1 વર્ષમાં દારૂના વેંચાણમાં 18 ગણો વધારો
ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા હેઠળ દારૂૂના વપરાશના આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. હાલમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગત બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂૂના વેચાણમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. બે વર્ષમાં 60,000 લિટરથી વધુ વિદેશી દારૂૂનો વપરાશ થયો હોવાથી સરકારને પણ આ બાબતે લાખોની કમાણી થઈ હાવોની વિગતો વિધાનસભમાં સામે આવી છે.ધારાસભ્ય ઈમરાન યુસુફભાઈ ખેડાવાલાએ વિધાનસભાના ત્રિ-દિવસીય ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કેટલા પ્રમાણમાં દારૂૂનું વેચાણ થયું છે, જેનો લેખિત જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી ગૃહ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 31 જુલાઈ 2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં થયેલા વેચાણે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેમકે ગિફ્ટ સિટીના વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયામાં વિદેશી દારૂૂનું વેચાણ મોટું થયું છે.ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના જવાબમાં ઉુઈખ હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 એટલે કે 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 ના ગાળામાં કુલ 3,716.28 લિટર વિદેશી દારૂૂ વેચાયો હતો. જ્યારે વર્ષ 2025-26 અંતર્ગત 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2026 દરમિયાન આ વેચાણ આશ્ચર્યજનક રીતે વધીને 56,638.19 લિટર સુધી પહોંચી ગયું હતું આમ, કુલ બે વર્ષના સમયગાળામાં ગિફ્ટ સિટીમાં કુલ 60,354.47 લિટર વિદેશી દારૂૂનું વેચાણ નોંધાયું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રથમ વર્ષની સરખામણીએ બીજા વર્ષમાં દારૂૂના વપરાશમાં અધધ 15 ગણો વધારો થયો છે. જેમાં દારૂૂના આ મસમોટા વેચાણથી રાજ્યની તિજોરીમાં પણ મોટું ફંડ જમા થયું છે. આ બે વર્ષના ગાળામાં ગિફ્ટ સિટીમાં થયેલા દારૂૂના વેચાણ થકી ગુજરાત સરકારને કુલ 87,36,184/-(સિત્યાસી લાખ છત્રીસ હજાર એકસો ચોર્યાસી)ની માતબર આવક પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *