કાઉન્ટ્રી ક્રિકેટમાં કુલદિપ છવાયો, 10 વિકેટ ઝડપી

પ્રથમ ઇનિંગમાં યોર્કશાયરના 390 રન કાઉન્ટી ચેમ્પિયનશિપની ડિવિઝન વનની મેચ હેડિંગ્લે ખાતે રમાઈ હતી. યોર્કશાયરે પ્રથમ ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ દબદબો જાળવી…

પ્રથમ ઇનિંગમાં યોર્કશાયરના 390 રન

કાઉન્ટી ચેમ્પિયનશિપની ડિવિઝન વનની મેચ હેડિંગ્લે ખાતે રમાઈ હતી. યોર્કશાયરે પ્રથમ ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ દબદબો જાળવી રાખ્યો હતો.કુલદીપે પ્રથમ ઇનિંગ્સમાં ચાર અને બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી હતી. તેણે કુલ 120 રન આપીને 10 વિકેટ ઝડપી અને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કર્યો હતો.

કુલદીપે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલીવાર એક મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. પ્રથમ ઇનિંગ્સમાં એસેક્સ 171 રનમાં ઓલઆઉટ થયું હતું. ત્યારબાદ યોર્કશાયરે ફોલોઓન આપ્યું અને બીજી ઇનિંગ્સમાં પણ કુલદીપની સ્પિન સામે બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આખરે યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સ અને 106 રનથી હરાવ્યું. આ જીતથી યોર્કશાયરની ડિવિઝન વનમાં સ્થિતિ વધુ મજબૂત બની છે. કુલદીપના શાનદાર પ્રદર્શનથી ટીમને મહત્વપૂર્ણ જીત અપાવવામાં મોટી મદદ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *