સિક્કામાં બમણા વળતરની લાલચ આપી ગઠિયો વેપારી સહિત 150 રોકાણકારોના કરોડો રૂપિયા લઇ ફરાર

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેવાસી એક શખ્સએ પોતે શિપિંગ કંપની સાથે જોડાયેલો અને સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી બમણું વળતર આપવાની લાલચ આપી સિક્કામાં જનરલ…

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેવાસી એક શખ્સએ પોતે શિપિંગ કંપની સાથે જોડાયેલો અને સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી બમણું વળતર આપવાની લાલચ આપી સિક્કામાં જનરલ સ્ટોર ચાલવતા એક વેપારી ની રૂૂ.12 લાખની રકમ મેળવી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.ઉપરાંત આશરે 150 થી વધુ વ્યક્તિ પાસેથી રોકાણના બહાને પાંચેક કરોડ રૂૂપિયાની રકમ મેળવી લઈ છું મંતર થઈ ગયા નું ફરિયાદમાં જણાવ્યું છે સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદી સિક્કા ગામના જનરલ સ્ટોરના સંચાલક સુરજભાઈ રામજીભાઈ ભગોરાએ પોલીસને જણાવ્યું છે કે, સિક્કા ગામમાં રહેતા આરોપી અસગર ગફાર પીરઝાદા સાથે તેમની અગાઉથી ઓળખાણ હતી. આરોપીએ પોતે શીપિંગ કંપનીમાં કામ કરતો હોવાનું જણાવી બહાર સંપર્ક હોવાના કારણે સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનું કહ્યું હતું. આ ધંધામાં સારી કમાણી થતી હોવાનું જણાવી વધુ મોટા પ્રમાણમાં ધંધો કરવા માટે ભંડોળની જરૂૂરિયાત હોવાનું કહેવામાં આવ્યું હતું.

ફરિયાદ મુજબ, આરોપીએ ફરિયાદી પાસે અગાઉ રૂૂ.3 લાખ રોકાણ કરાવ્યા હતા અને એક મહિના બાદ રૂૂ.3 લાખ પરત આપ્યા હતા. ત્યારબાદ ફરીથી રૂૂ.3 લાખ રોકાણ કરાવવા જણાવતાં ફરિયાદીએ રોકાણ કર્યું હતું. બાદમાં આરોપીએ વધુ રકમની જરૂૂર હોવાનું જણાવી ફરિયાદી પાસેથી કુલ રૂૂ.12 લાખ મેળવ્યા હતા અને તેના બદલામાં ચેક આપ્યો હતો. જોકે, રકમ પરત આપવાના બદલે આરોપી ટાળટૂળ કરવા લાગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી પાસેથી પોતાની રકમની ઉઘરાણી કરતાં તે 10થી 15 દિવસમાં રકમ પરત આપી દેશે તેમ કહી સમય માંગતો હતો. દરમિયાન આરોપી સિક્કા ગામમાં રહેતો હોવાની માહિતી મળતાં ફરિયાદીએ તેની તપાસ કરતાં અન્ય લોકો પાસેથી પણ રોકાણના નામે રકમ મેળવી હોવાની વિગતો સામે આવી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ આશરે 100થી 150 લોકોને પોતાના શીપિંગ કંપનીના સંપર્કોનો લાભ લઈ સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી સારા વળતરની ખાતરી આપી હતી.

ફરિયાદમાં આરોપ છે કે, આરોપીએ ફરિયાદી પાસેથી રૂૂ.12 લાખ તેમજ ગામના અન્ય લોકો પાસેથી પણ આશરે પાંચ કરોડ જેટલી રકમ મેળવી હોવાનું જાણવા મળ્યું છે. રોકાણકારોને હપ્તા પેટે અમુક રકમ પરત આપી બાકીની રકમ પોતાની પાસે રાખી ગામમાંથી ભાગી જઈ ફરિયાદી સહિતના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. સિક્કા પોલીસે ફરિયાદના આધારે અસગર ગફાર પીરઝાદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *