ગોંડલ એસ.ટી. ડેપોમાં ખાનગી વાહન ચાલકોનો અડિંગો, મુસાફરો અને એસ.ટી. તંત્ર ત્રસ્ત

ગોંડલ એસટી બસ સ્ટેશન પરિસરમાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને ડેપોમાં જ અડિંગો જમાવીને બેસતા ખાનગી વાહનચાલકોના ત્રાસથી એસટી તંત્ર ત્રસ્ત બન્યું છે. આ…

ગોંડલ એસટી બસ સ્ટેશન પરિસરમાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને ડેપોમાં જ અડિંગો જમાવીને બેસતા ખાનગી વાહનચાલકોના ત્રાસથી એસટી તંત્ર ત્રસ્ત બન્યું છે. આ મામલે ગોંડલ ડેપો મેનેજર દ્વારા સિટી પોલીસ સ્ટેશન પીઆઈને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ એસટી ડેપો મેનેજર એસ. એમ. મોમીને સિટી પીઆઇને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, બસ સ્ટેશન ખાતે કેટલાક ખાનગી વાહનચાલકો ખુલ્લેઆમ એસટીના મુસાફરોને પોતાના વાહનોમાં બેસાડી રહ્યા છે અને ડેપો કમ્પાઉન્ડમાં જ વાહનો પાર્ક કરીને બેઠા હોય છે. ખાસ કરીને ઈકો કાર (નંબર: GJ-13-CB-9073, GJ-03-KC-7845, અને છેલ્લે 9251 નંબર ધરાવતી ઈકો) ના ચાલકોને ડેપો પરિસરમાંથી વાહન હટાવવાનું કહેવામાં આવે ત્યારે તેઓ એસટી સ્ટાફ સાથે દાદાગીરી પર ઉતરી આવે છે. આ ઉપરાંત, બસ સ્ટેશન પરિસરમાં એક અન્ય વાહન (નંબર: GJ-03-HR-4937) બિનવારસી હાલતમાં લાંબા સમયથી પડેલું જોવા મળ્યું છે.

આડેધડ પાર્કિંગ અને મુસાફરોની ખેંચતાણને કારણે એસટીની આવકને પણ નુકસાન પહોંચી રહ્યું છે તેમજ મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે ડેપો મેનેજરે આ તમામ ખાનગી વાહનચાલકો અને બિનવારસી વાહન અંગે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા શહેર પીઆઈને લેખિતમાં જણાવ્યું છે. આ રજૂઆતની નકલ રાજકોટ ગ્રામ્ય એસપી તેમજ રાજકોટ વિભાગીય નિયામક (એસટી) ને પણ મોકલવામાં આવી છે, જેથી સત્વરે યોગ્ય પગલાં ભરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *