મોરબી જિલ્લાના ત્રણ બુટલેગરને અન્ય જિલ્લામાં પાસામાં ધકેલાયા

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર…

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્રિલ ખરે દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન દારૂૂની ગેરકાયદે હેરફેર કરતા 3 બુટલેગરો સામે પાસા (ઙઅજઅ) હેઠળ અટકાયતી હુકમ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકની દરખાસ્તના આધારે મોરબી સિટી ’એ’ ડિવિઝનના આશરે 1 કરોડના દારૂૂની હેરાફેરીમાં સંકળાયેલા હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ 60 લાખના દારૂૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓને સુરત, અમદાવાદ અને જૂનાગઢની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણને મોરબી અને આસપાસના જિલ્લાઓની હદમાંથી 6 માસ માટે હદપાર (તડીપાર) કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *