રાજકોટમાં 13 સપ્ટેમ્બરે GPSCની પરીક્ષા

  રાજકોટ ખાતે આગમી તા 13 સપ્ટેમ્બરના રોજ યુપીએસસી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી , નેવેલ એકેડેમી તથા કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.…

 

રાજકોટ ખાતે આગમી તા 13 સપ્ટેમ્બરના રોજ યુપીએસસી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી , નેવેલ એકેડેમી તથા કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરની વિવિધ શાળા-કોલેજો ખાતેના કુલ 4 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ શિફ્ટ સવારે 10:00 થી બપોરે 12:30 અને બીજી શિફ્ટ બપોરે 14:00 થી સાંજે 16:30 વાગ્યા દરમિયાન યોજાશે.આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કોઈપણ જાતની ખલેલ વગર શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો આસપાસ વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર, તારીખ 13/09/2026ના રોજ સવારે 09:00 થી સાંજે 18:00 વાગ્યા સુધી તમામ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારમાં તેમજ પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડની ચારેય બાજુ 100 મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ, ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા તથા વાહનો લાવવા કે લઈ જવા પર સજ્જડ પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થીઓ કે સુપરવાઈઝરો પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઈ-પેડ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ કે અન્ય કોઈ ડિજિટલ ઉપકરણો તેમજ પુસ્તકો કે સાહિત્ય લઈ જઈ શકશે નહીં. શાંત વાતાવરણ જાળવવા માટે પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. સ્થળ સંચાલક, સુપરવાઈઝર, સરકારી પ્રતિનિધિ અને સ્ટાફે ચકાસણીપાત્ર ઓળખકાર્ડ પહેરવું ફરજિયાત રહેશે. પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે આ જાહેરનામાના ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ એકટની મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *