લીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીર

લીંબડી તાલુકાના પરાલી ગામે મહિલા સરપંચ સહિત તેમના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામમાં કોઈ મુદ્દે મામલો ઉગ્ર બન્યા બાદ મારામારી…

લીંબડી તાલુકાના પરાલી ગામે મહિલા સરપંચ સહિત તેમના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામમાં કોઈ મુદ્દે મામલો ઉગ્ર બન્યા બાદ મારામારી અને હુમલો થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનામાં પરાલી ગામના મહિલા સરપંચ શાંતુબેન કાણોતરા અને તેમના પુત્ર છબીલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

બનાવની જાણ થતાં બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.લીંબડી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બંનેની પ્રાથમિક સારવાર કરી હતી. જોકે ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂૂર જણાતાં બંનેને સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, પરાલી ગામમાં કોઈ મુદ્દાને લઈને વિવાદ સર્જાયો હતો. શરૂૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો ધીમે ધીમે ઉગ્ર બન્યો અને ત્યારબાદ મારામારી તથા હુમલો થયો હોવાના આક્ષેપો છે. આ ઘટનામાં મહિલા સરપંચ શાંતુબેન કાણોતરા અને તેમના પુત્ર છબીલભાઈને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરિવારજનો અને સ્થાનિક લોકોએ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ જરૂૂરી સારવાર શરૂૂ કરી હતી. પ્રાથમિક સારવાર બાદ બંનેની સ્થિતિ અને ઈજાઓને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *