બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા

પ્રેમપ્રકરણ હોવાની શંકા, હકીકત જાણવા પોલીસે તપાસ યથાવત રાખી બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ…

પ્રેમપ્રકરણ હોવાની શંકા, હકીકત જાણવા પોલીસે તપાસ યથાવત રાખી

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે બંને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

પોલીસે તપાસ કરતા મૃતકોની ઓળખ થઈ હતી. મૃતકોમાં 21 વર્ષીય ઈમરાન આરીફ ધાનાણી અને રેણુકાબેન રાઠવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને યુવક-યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. આ બન્નેએ આત્મહત્યા કરી છે કે અકસ્માતે મોત થયું છે? તે અંગે તપાસ શરૂૂ કરી છે. તેમજ પ્રેમ પ્રકરણ કે અન્ય કોઈ કારણ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *