રાજ્યમાં મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી હોવાથી, નોંધણી પ્રભાગની મહત્વની ઓનલાઈન કામગીરીસેવાઓ આજે તા. 02 સપ્ટેમ્બર રાત્રે 11:30 કલાકથી આગામી તા. 06 સપ્ટેમ્બર, 2026ના રાત્રે 11:30 કલાક સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ગરવી પોર્ટલ મારફતે થતી ખેતીના દસ્તાવેજ માટેની ડેટા એન્ટ્રી તેમજ એપોઇન્ટમેન્ટ બુકિંગ, ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજની નોંધણી, iORA પોર્ટલ મારફતે અનુક્રમણિકા-2 (Index-2) ની પ્રમાણિત નકલ તેમજ iORA મારફત દસ્તાવેજની પ્રમાણિત નકલની સેવાઓ બંધ રહેશે.
