સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ (ડ્યૂટી) દરમિયાન મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનનો…

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ (ડ્યૂટી) દરમિયાન મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા તમામ કર્મચારીઓ માટે વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર અનુસાર વર્ગ-1થી લઈને વર્ગ-3 સુધીના તમામ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓને ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દર્દીઓની યોગ્ય સારવાર, સેવા અને દેખરેખમાં મોબાઈલના કારણે કોઈ અડચણ કે બેદરકારી ન સર્જાય તેવા સ્પષ્ટ હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ આદેશનું અનાદર અથવા ઉલ્લંઘન કરનાર કર્મચારી કે અધિકારી સામે નિયમાનુસાર શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણયથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને વધુ સારી અને ઝડપી તબીબી સેવાઓ મળી રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *