રાજકોટની મધ્યસ્થ જેલમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કાચા-પાકા કામના કેદીઓને તેની બહેનોને મળવા અને રાખડી બંધાવવાની ખાસ વ્યવસ્થા કરવામા આવતા મોટી સંખ્યામા બહેનો રાખડી બાંધવા ઉમટી પડી હતી. આ સમયે ભાઇ-બહેનના મિલનના ભારે લાગણીસર દૃશ્યો સર્જાયા હતા. જેલની ચાર દિવાલોમાં સજા કાપતા 71 મહિલા સહિત 2364 કેદીઓ તેમજ હાર્ડકોર ગુનાના આરોપીઓ પણ બહેનોને જોઇને ધુસ્કે-ધુસ્કે રોતા નજરે પડ્યા હતા. બહેનોએ પણ ભાઇઓને ભીની આંખે રાખડીઓ બાંધી જેલમાંથી વહેલા મુકત થવાની કામના કરી હતી. (તસવીર : મુકેશ રાઠોડ)
મારા વીરા વહેલો ઘરે આવી જા…જેલમાં રક્ષાબંધને લાગણીસભર દૃશ્યો
રાજકોટની મધ્યસ્થ જેલમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કાચા-પાકા કામના કેદીઓને તેની બહેનોને મળવા અને રાખડી બંધાવવાની ખાસ વ્યવસ્થા કરવામા આવતા મોટી સંખ્યામા બહેનો રાખડી બાંધવા…
